|| શ્રી ગોપાલો જયતે ||
૧.
તાંદુલ, તિલક ને તેલ, ચોથી માલા કહીએ ||
પુષ્ટિ, રાજ, પ્રવાહી, તાકર ભેદ પણ લઈએ ||
પ્યાલા નું સરૂપ, તેલ તણો ભાવ શેનો ||
હાથ લીએ જણ કોણ, વલી હાથ પડે પેલો કોનો ||
અખંડ ધામ ત્રણ રૂપ, તે મોહી કહી સમજાવો ||
માલા બાંધે કોણ, જે પણ કોણ બોલાવે ||
મેલાપી વહેવારિયા જે, સબંધી અધિકારી કેવા ||
તાદર્શી મોડબંધી વિરક્ત મરજાદી સેવા ||
નિધિ મંડપ સેવન કેનું, સમજાવો વિગતે કરી ||
કહે કુશલ કરજોડકે, ફેરો પાછો ન રહે ફરી ||
૨.
સેવા પૂજા ભેદ, પુષ્ટિ મંગલ બતાવે || સતી પતિવ્રતા મધ્ય, શ્રેષ્ઠ કોણ કહાવે ||
વલી ચોપડે માલ, એ વચન ઉચ્ચારી, ખષ્ટી ચતુરાદશી હોય, દશમીને સંભારી ||
તેનો શિયો ભાવ, ઢાઢીલીલા કેવી || વરણ સાથે વહેવાર જૂઠણ લેવી દેવી ||
ધ્રાંઠ માલ કિયાથી ઉપની, આજ્ઞા કોને મુખ થઈ ||
કહે કુશલ મુજ મૂરખને, સમજાવો સમજણ દઈ ||
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply