|| શ્રી ગોપાલો જ્યતે ||
રાગ : મલાર
નિષ્કંચન વૈષ્ણવોનો જે પ્રિયતમને હિંડોળે ઝૂલાવવાનો મનમનોરથ છે તે ભાવને વ્યક્ત કરતું આ સુંદર પદ છે.
નેનનમેં જો ઝૂલાવું શ્રીજમુનાજી ||
આનંદ મોદ બિનોદ બિબધસું, ચિતવની દોરી ચલાવું.||1||
હે શ્રીજમુનેશ પ્રભુ ! હું આપને મારા નેત્રોમાં હિંડોળો રચી તેમાં ઝૂલાવું. મારા ચિત્તની દોરીથી અતિ આનંદપૂર્વક આપને હિંડોળે ઝૂલાવું.
ક્ષનું ક્ષનું પલ વૈભવ સુખ નિરખું, અનુભવ ઉરમેં લાવું ||
ગોકુલપતિ શ્રીગોપેન્દ્રલાલકી લીલા લલિત લડાવું.||2||
શ્રીજમુનેશ મહાપ્રભુજીને રત્નજડિત હિંડોળામાં આનંદથી ઝૂલાવું, એ વૈભવ સુખનાં એક એક ક્ષણ મારા ઉરમાં સમાવું, પિયા-પ્યારી બનીઠની ઝૂલે તે ભાવ હ્રદયમાં રાખું. જૂનાગઢના રહિશ ગોકુલદાસ કહે છે સાક્ષાત પ્રભુશ્રી ગોપેન્દ્રજીનું આત્મજ અંગ શ્રીજમુનેશ મહાપ્રભુને હ્રદયના વિવિધ ભાવથી મનોરથ કરી પ્રિયતમને લાડ લડાવું.
(‘શ્રીઅમૃતરસ ચિંતામણી ગ્રંથ’ માંથી)
“નેનનમેં જો ઝૂલાવું” પદ સાંભળવા અહીં ક્લિક કરો.
|| સર્વે ભગવદ્દી વૈશ્નવો ને ‘જય ગોપાલ’ ||