શ્રીલાલવડરાયજી મંદિર ભિયાળ મધ્યે મનોરથ મનાવવા ના નિયમો
૧. મનોરથ ના દિવસે મનોરથી એ રાજભોગ લાવવાનો રહેશે.
૨. સામૈયા વાળો મનોરથ કરવો હોય તો ખીચડી ખેલ રાત્રી ના ૧૧ વાગ્યા સુધીમાં કરવા નો રહેશે. તથા સામૈયા ના દિવસે બપોરે બાટ (ઓરમુ) અવશ્ય બનાવવાનું રહેશે.
૩. મનોરથ ના દિવસે બપોરે ૧ વાગ્યા સુધીમાં પ્રસાદ લેવરાવવા ના રહેશે(જેથી અન્ય વૈષ્ણવો ની સગવડ સચવાય). તેમજ મનોરથી ના મહેમાનો ઉપરાંત દર્શનાર્થે પધારેલા વૈષ્ણવો ની ચા-પાણી, નાસ્તા ની જવાબદારી મનોરથીની રહેશે.
૪. સમર્પીત કરવા માટે બહાર થી તૈયાર કરેલી વસ્તુ પ્રસાદ ખંડ માં લઈ જઇ શકાશે નહી.
૫. મનોરથ માં જોઇતી કાચી સામગ્રી મંદિરના ભંડાર માંથી ફરજીયાત લેવાની રહેશે. તેમજ જ્યારે મનોરથ મિતી નક્કી કરવામાં આવે ત્યારે સામગ્રી બનાવવાની વીગત આપવાની રહેશે જેથી સરળતા રહે.
૬. કેસરી સ્નાન માં મનોરથીની બે વ્યક્તિ જ જઇ શકશે. વધારે વ્યક્તિ હોય તો નીયમ મુજબ ઓફિસ માંથી પહોંચ મેળવી શકાય છે.
૭. મનોરથ ના મધખેલ ના દિવસે રાજભોગ આરતી આવ્યા પછી તુરંત શ્રી યમુનાજી ના પય પાન-તેલ તિલક કરવા ના રહેશે. પહેરામણી મંદિર પરિસરમાં કરવી નહિ.
૮. મનોરથી ઉતારા માટે બધી રૂમ બુક કરી શકશે નહી. વધુ માં વધુ ફકત ૫૦% રૂમ બુક થશે.
૯. બહાર ગામ થી લાવેલા વાહન મંદિર તરફ થી કરેલી પાર્કિંગ વ્યવસ્થા માં પાર્ક કરવાના રહેશે. જ્યાં ત્યાં વાહન પાર્ક કરવા નહીં.
૧૦. સામૈયા માટે કળશ વિધિ ઉપર સભા ખંડમાં (ગોપાલ ભુવન) માં કરવાની રહેશે. તેના માટે મોટા ચિત્રજી, કળશ, નેજા, ચોમુખ અધિકારી ને યાદી કરી મેળવી લેવાં. અને પરત કરતી વખતે યાદી સહિત પરત કરવા વિનંતી.
૧૧. મનોરથમાં કાચી સામગ્રી ની કીમત ઉપર ૧૦% દશોંદ નિયમ પ્રમાણે આપવાના રહેશે. મનોરથ ના દિવસે જે કોઈ અન્ય વૈષ્ણવો ને જે ગોપાલ બોલાવવા ના હોય તે બોલાવી શકાશે. જે ગોપાલ બોલાવવા નો અધિકાર માત્ર અત્રે ના મુખ્યાજી નો જ રહેશે. અન્ય કોઈ જે ગોપાલ બોલાવી શકે નહીં.
વધુ માહિતી માટે ઓફિસ – શ્રીલાલવડરાયજીમંદિર – ભીયાળ સંપર્ક કરવા વિનંતી