|| મહામંડપ ||

0
205

|| શ્રી ગોપાલો જયતે ||

મહામંડપનું મહાત્મ્ય ¦–

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગમાં રાજસૂર્ય યજ્ઞ, પુત્રેષ્ઠી યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ જેવા અનેક યજ્ઞો થતાં. સમયાંતરે કલિયુગ આવતા યજ્ઞ કરવાવાળા અને કરાવવાવાળા ના મળતા શુદ્ધિકરણ, વેદોના સિધ્ધાંતો નુ ઉલ્લંઘન થવા લાગ્યુ.જેમ શ્રીગોપાલલાલના સ્વરૂપમાં કહ્યુ તેમ શ્રીનાથજી નો જન્મ ભૂતળ પર સં.1637 ધર્મ સ્થિર કરવા શ્રીગોપાલલાલ સ્વરૂપે થયો છે. શ્રીગોપાલલાલે ધર્મ ને પુન:સ્થિર કરવા અને ધર્મનો પ્રચાર કરવા મહામંડપ કરવાની આજ્ઞા કરી.મહામંડપમાં આપશ્રી મધ્યનાયક સ્વરૂપે બિરાજી દેશ-પરદેશથી પધારેલા વૈષ્ણવો ને સુખ આપે છે.મંડપમાં પત્રિકા વેણુનાદ સ્વરૂપથી છે, જેમ દ્વાપરમાં શ્રીકૃષ્ણએ વેણુનાદથી ગોપીઓને રાસલીલા માટે આમંત્રીત કરી હતી તેવીજ રીતે પત્રિકા અને ધજા ફરહરી વૈષ્ણવોને રાસરમણનાં સુખ લેવા માટે આમંત્રીત કરે છે. ‘શ્રીગોપેન્દ્રાષ્ટકમ્’ માં બિહારીદાસજી મંડપનું મહાત્મ્ય દર્શાવતા કહે છે, મંડપમાં પધારેલા વૈષ્ણવોના ચરણોની રજ પણ લેવામાં આવે તો ત્રણેય પ્રકારનાં દુ:ખનો નાશ થાય છે. જો કોઇ માત્ર કુતુહલવશથી પણ આ રજ લેય તો તે મુક્તિ પામે છે. આજના સમયમાં પણ જો કોઇ જીવ સાચા મનથી મંડપમાં પ્રભુ પ્રાપ્તિની ઇચ્છા રાખે તો તે જીવને પ્રભુ કોઇ પણ સ્વરૂપે અવશ્ય દર્શન આપે છે.

પ્રથમ મંડપ ¦–

દેશકાળ મુજબ શ્રીગોપાલલાલ સં.1670 માં પોર છાયાના રાણા પરિવારના રાજમહેલમાં બિરાજમાન છે. તેવા સમયે વઢવાણનાં રાજા પૃથ્વીરાજ અને રાણી ફુલબાઇ તથા રાણી લાડબાઇને મનોરથ ઉત્પન્ન થતા તેમણે શ્રીગોપાલલાલને વિનંતી કરી. ભગવદ્દીઓની ઇચ્છા પૂર્ણ કરવાવાળા કૃપાનિધાન સ્વમુખે રાજા પૃથ્વીરાજને આજ્ઞા કરે છે અને તિથી નક્કી કરી પૃથ્વીરાજ,ફુલબાઇબા તથા લાડબાઇબાને આપશ્રી મંડપની વિધી વિદ્યાત વઢવાણ પધારી – મંડપનું સુખ આપે છે.

પાઓધારે વઢવાણ પ્રાણપતિ, તહા સુખ રાશ સામૈયો |
મંડપ મધ્યે બેઠે વર વલ્લભ, મહોત્સવ મત્ત મચાયો ||
જૈસે  રાસ  રચ્યો  રસ  રીતે ,  વાતે  એહે  અધિકાઇ |
પુરન   સાહી   વિધી   પુરન ,  નરનારી   સુખદાઇ ||
                                                                                                                     (શ્રીગોપાલલાલના પ્રદેશ)

આમ રાજા રાણીનાં મન મનોરથ પૂરા કરવા શ્રીગોપાલલાલજીની સૃષ્ટિમાં સં.1670માં વઢવાણ મધ્યે સર્વપ્રથમ મહામંડપ કરી પ્રભુશ્રીએ અલૌકિક સુખ આપ્યા.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

 

|| સર્વે ભગવદ્દીઓને ‘જય ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here