|| હડમતીયાનો મંડપ ||

0
125

|| શ્રી ગોપાલો જયતે ||

⇒ શ્રીગોપાલલાલની સૃષ્ટિમાં મહામંડપએ રાસનું સ્થળ છે.

જીરે પુષ્ટિ જનને પાય લાગુરે, પાય લાગીને પરવેણ થાવું રે ||
મહારાજનો માંડવો ગાવું રે, ગાઇ વાઇને ગુણલામાં નાવુ રે. ||1.||

  • હે શ્રીઠાકુરજીનાં કૃપાપાત્ર દૈવીજીવો ! હું આપની કૃપા ઇચ્છુ છું. આપની કૃપાથી આ મહામંડપનો યશ ગાઇને તે સ્વરૂપ- લીલા ચરિત્ર અનુભવી હું ધન્ય થવા ઇચ્છુ છુ.

સોનાજી છે સુખડાનું ધામ રે, વ્હાલે પૂરી મનડાની હામ રે ||
ત્યાં ચંદન ચોક પૂરાયે રે, ત્યાં માનુની મંગલ ગાયે રે. ||2.|| 

  • હડમતીયે સોનાજી જેવા ભગવદ્દીના મનમાં મનોરથ ઉપજ્યો કે શ્રીઠાકોરજીને પત્રિકા લખી શ્રીસ્વામિનીજી, શ્રીયમુનાજી, શ્રીલીલાનું અંતરિક્ષ યૂથ પધરાવી રાસ રમણ રમીએ. આથી ચોકમાં ચંદનના સાથિયા કરવામા આવ્યા છે. વ્રજસુંદરીના ભાવથી પ્રજયૂથ નિત્ય નૂતન કિર્તન ગાન કરે છે.

હડમતીયે મચ્યો મહા ખેલ રે, વલ્લભાણ મળ્યુ છે અલબેલ રે ||
ત્યાં ટોડલે તોરણ બાંધ્યા રે, ત્યાં તેલ ફુલેલજ સિધ્યા રે. ||3.||

  • હડમતીયે દેશ દેશની શ્રીગોપાલલાલ દ્વારા સ્થાપિત વલ્લભી સૃષ્ટિ મળી છે. આ વ્રજભક્તો પરસ્પર હિંચ, હમચી, કીર્તન રસની ઝૂકમાં રસમય થયા છે. દ્વારે દ્વારે આસોપાલવના તોરણ બાંધ્યા છે, તેલતિલક માટે તેલ સિધ્ધ થયું છે.

ચોપડવી છે મીઠડાની માળારે, વૈષ્ણવ આવ્યા અમરાપુરી વાળારે ||
આવ્યા મેળાપી ને વહેવારીરે, આવ્યા મહારાજના અધિકારીરે. ||4.||

  • મહામંડપમાં ધ્રાંઠની માળા ધારણ કરી- શ્રીઠકુરાણી ઘાટના જુગોજુગના સંબંધી પરસ્પર મળી ફલેલ તેલ સમર્પી અમે એકજ ભાવથી ભૂષિત છીએ તેવુ વર્ણવે છે. અમરાપુરીથી વૈષ્ણવો પધાર્યા છે. જુદા જુદા પ્રદેશો માંથી મેળાપી અને વહેવારીઓ આવ્યા છે. શ્રીમહારાજના અધિકારી ભેટ- પ્રસાદી આપવા પધાર્યા છે. 

હળી મળીને માંડવે આવ્યા રે, શ્રીગોપેન્દ્ર પિયુને લડાવ્યા રે ||
મંડપમાં સમર્પ્યું છે આપરે, તેને મટ્યો ચોરાસીનો તાપરે.||5.||

  • આ પધારેલા લીલાના જૂથના સામૈયા કરી, કીર્તન ગુણગાન કરતા મંડપ સ્થળે પધારી ભગવદ્દ ગુણગાનમાં રસમય થઇ શ્રીગોપેન્દ્રજીને પ્રસન્ન કર્યા છે. જે જીવે મંડપમાં સર્વ સમર્પણ કર્યુ છે તે અભય થયા છે.

ચરણે રાખી સમોતી કીધી રે, વાલે મોદશું માલા દીધી રે ||
કરજોડી કહે હરિદાસ રે, વાલા દેજો શ્રીવ્રજમાં વાસ રે ||6.||

  • જે જીવે મંડપમાં સર્વ સમર્પણ કર્યુ છે, તે જીવ ને શ્રીગોપેન્દ્રલાલ એ અષ્ટાક્ષર મંત્ર દ્વારા માળાનુ દાન કરી અભયપદ આપ્યુ છે. અંતિમ કડીમાં હરિદાસજી આપશ્રીને પોતાને વ્રજમાં વાસ આપવા વિનંતી કરે છે.

જે જીવે પ્રત્યક્ષ રાસલીલાનું દર્શન કર્યું હોય તે જીવોનો નિશ્ચિતપણે વ્રજમાંજ વાસ હોય છે. દ્વાપરની લીલા પ્રજનાં જીવોએ પ્રત્યક્ષ શ્રીગોપેન્દ્રજીના સ્વરૂપથી અનુભવી છે.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

હડમતીયાનો મંડપ કીર્તન જોવા માટે અહીં ક્લિક કરો.

 

|| સર્વે ભગવદ્દીઓ ને ‘જય ગોપાલ’ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here