|| શ્રી ગોપાલો જયતે ||

માળાનો માત્ર આશ્રય લેવાથી શ્રીગોપેન્દ્રલાલજી એ રાજકોટના રાજવી વિભા જામને બે કેદીઓને છોડવાની આજ્ઞા કરી
શુભ માલા આધીન સદા, ગોકુલ પતિ ગુન રાય,
પધાર્યે રાજકોટ રદા, સેવકકી કરી સાય,
બોહરા દ્વેજન બંધી હુતે, દીનન ભયો ઉપદેશ,
જુગ માલા જબ કંઠ જુએ, બનત બધાઈ બ્રજેશ,
તત છીનું બંધ છો રાય કે, રંક કયો રાજેન્દ્ર,
ભીર મિટાવન ભક્તકી, આવત આ૫ ગોપેન્દ્ર…૬૪
નારણ અને જેચંદ જ્ઞાતે વાણીયા વૈશ્નવ હતા રાજકોટ ગામ નિવાસી હતા. એ બંને કેદમાં પડયા હતા. શ્રીગોપેંદ્રજી રાજકોટ પધાર્યા હતા અને દરબારગઢની અટારી ઉપર આપ બીરાજે છે. રાજા વીભાજી તથા બીજા સેવક જન પાસે બેઠા છે અને આપશ્રી પ્રસન્નતાથી શ્રી પુષ્ટિ મારગના સિદ્ધાંત શ્રીમુખેથી કહે છે. હવે આ બંનેને જેલમાં કોઇએ કહ્યું જે તમો ત્રણસરી માળા ડોકમાં બાંધો અને વીભાજીના ઠાકુરજી પધાર્યા છે તેની દ્રષ્ટિ પડે તેમ બહાર નીકળો, તો કેદમાંથી છુટી જશો. પછી બંને જણાએ ડોકમાં માળા પહેરી અને ગડુવા નીમીત્તે બહાર નીકળ્યા જ્યાં આપ બીરાજતા હતા. ત્યાંથી જ રસ્તો હતો. આ૫ની દ્રષ્ટી તે બંને કેદી ઉપર પડી એટલે તુરંત વિભાજીને આજ્ઞા કરી કે તારા રાજ્યમાં આ અન્યાય કહેવાય. કારણ કે વૈશ્નવને જેલ? વિભાજીએ વિનંતિ કરી જે કૃપાસીંધુ તેણે તો માળાનો ખોટો વેષ ધારણ કર્યો છે. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી જે આશ્રય તો લીધો છે, માટે તેને છોડી દીયો. તેથી ત્યાંથી બંને કેદીને છોડી દીધા. બંને નાહીને પોતાના કુટુંબ સહીત શ્રીગોપેંદ્રજીના શરણે થયા અને પોતાને ઘેર શ્રી ગોપેંદ્રજીને પધરાવી ગયા અને ઘણી ભેટ કરી એવાં બંને ભલા ભગવદી થયા. શ્રીગોપેંદ્રજી એવા દીન દયાળુ છે તે બંને પર પરમ કૃપા કરી. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||