|| શ્રી ગોપાલો જયતે ||
મંગળ ગોકુલ ભુપ, રૂપ મંગળ નર નાગર,
મંગળ મન્મથ કાંતિ, દેહ મંગળ સુખ સાગર.(૧)
મંગળ મુખપ્રત બોલ, બદત મંગળ મૃદુ બાની,
મંગળ હાસ વીસાલ, જુએ મંગળ લલચાની.(૨)
મંગળ મહા રસ ખેલ, કેલ મંગળ સુખકારી,
મંગળ પ્રભુ શ્રી ગોપેન્દ્ર, જન જીવન બલીહારી.(૩)…૨૪
મંગળ પચરંગ પાઘ, ભાલ મંગળ પર ભ્રાજે,
મંગળ બદન સુદેશ, પેચ મંગલમય છાજે.(૧)
મંગળ ભ્રોંહ રસાલ, નેન મંગળ અતી નીકે,
નીરખત મુરઝયો મન, રૂપ મંગલ પ્રભુજી કે.(૨)
મંગળ કુમકુમ તિલક, કિયે બીંદુ મંગલકારી,
મંગલ સુત સતભામ, જન જીવન બલીહારી.(૩)…૨૫
મંગળ કીરન કપોળ, છબિ કુંડળ મંગળ માતે,
મંગલ નાસ પ્રકાશ, અધર મંગળ રંગ રાતે.(૧)
મંગળ દસન સુપાંત, જીહ મંગળ રસ રે રે,
મંગલ મોદીત મનોજ, જુએ મંગલ ધન ઘેરે.(૨)
મંગળ વીવીધ વિહાર, ભોગ મંગળમય ભારી,
મંગળ રૂકમનીરાય, જન જીવન બલીહારી.(૩)…૨૬
મંગળ કંઠ સુ ચીર; જલજ સુ મંગળ માલા,
મંગલ જજ્ઞ સુ સુત્ર, મંગલ ભૂજ વિશાલા.(૧)
મંગળ કનકકે હાર, જટીત મંગળ મણ ચોકી,
મંગલ બેરખા નંગ, મુરઝયો મદન બીલોકી.(ર)
મંગળ પ્રાણ કૃપાલ, અરૂન અંબુજછબી વારી,
મંગલ નંદ ગોપાલ, જનજીવન બલીહારી.(૩)…૨૭
મંગલ પોંચી કનક, જડીત મંગલ નંગ હીરા,
મંગલ અંગુલી સમુદ્રી, પટુ રંગ મંગલ પીરા.(૧)
મંગલ નાભી સરોજ, કટી મંગલ કેસરી લંકજ,
મંગલ હસ્તી નીતંબ, જંઘા મંગલ પદ પંકજ.(૨)
મંગલ ઝરકસી ઝંગા, સુધોતી મંગલ પહેરી,
જનજીવન બલ્ય બદન, છબી મહામંગલ ગહેરી.(૩)…૨૮
મંગલ પદ સકુમાર, સાર મંગલ રસ દેખે,
મંગલ નખ રાશી પાંત્ય, કાંતી મંગલ જુગ પેખે.(૧)
મંગલ સુકોમલ ભાત્ય અરૂન મંગલ છબી રેખે,
મંગલ ઝલમલ રૂપ, કોટિ કિરન વીશેખે.(ર)
મંગલ જન ઉર બાસ, નીરખ સુનેન નીમેખે,
મંગલ ગુન શ્રી ગોપેંદ્ર પદ; જીવનકો મત્ય લેખ.(૩)…૨૯
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||