|| શ્રી ગોપાલો જયતે ||
જન જન પ્રત્ય તન નાઉ બક્ય, પાવત નાહીંન પાર,
શેષ મુખ રસના થક્ય, કહે ન શકે વિસ્તાર;
આનંદી વૃંદ અગાજ્ય, કવી કેસે કર કહાયે,
સન્મુખ શ્રી મહારાજ, શ્રેષ્ટ સુભગ ગુન ગાયે;
રૂપ રમન રસ રાય, ગોપેંદ્ર પ્રભુ મધ્ય ભ્રાજે,
ચૌદશી ધામ ધરાય, સંબંધી જુથ સમાજે..૧૩૬
હવે ડોસાભાઈ કહે છે કે દરેકે દરેક ભગવદીના નામઠામ કહેતા પાર આવે તેમ નથી. સહસ્ત્ર મુખવાળા શેષ નારાયણ પણ થાકી જાય અને તેના વિસ્તારનું વર્ણન કરી શકે નહીં એવું અગાધ આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું જૂથ છે. તેનો પાર કવી ક્યાંથી પામી શકે ? પણ ભગવદીની કૃપાથી મહારાજે પોતે સન્મુખ બીરાજી આ શ્રેષ્ઠ અને સુભગ ગુણ ગાયાં છે. રૂપ રમણ શ્રી રાસેશ પ્રભુ શ્રી ગોપેંદ્રજીના સાક્ષાત બીરાજે છે અને સંબંધી જનોનું જુથ સમાજે બેઠેલું છે. તેમાં ચૌદશને દિવસ આ ગ્રંથ ધરાયો છે.
સુભગ સમીદર શહેર, દાસન નિજજન દાસ,
નામ પયો જમુનેશ, કહી તબ બાન પ્રકાશ,
સંબંધી જીવન સંગ, ગુંથ્ય કવત ગુન માલા;
ધાગા પોહિત ધ્યાન, મણકા બીબીધ બિસાલા;
રાજીત હૃદયે હેત શું, પ્રત્ય પ્રત્ય રસના પાન,
જીવન જન જપ્ય દાસ જશ, ઈષ્ટ ગોપેંદ્ર સુજાન…૧૩૭
સુભગ જે મહા સુંદર એવું શહેર મેંદરડા જેમાં નિજજનના દાસ લોહાણા વૈશ્નવ ડોસાભાઇ શ્રી મહારાજશ્રી જમુનેશ પ્રભુનું નામ પામ્યા ત્યારે આ વાણીનો પ્રકાશ કર્યો. અને પોતાના સંબંધી છીપા વૈષ્ણવ જીવનદાસના સંગમાં આ ગુણમાલમાં ક્વીતોની ગુંથણી કરી, જેમ માળાની અંદર દોરા સ્વરૂપે શ્રી ઠાકોરજી અને મણીકા સ્વરૂપે ભગવદીઓ રહેલા છે તેમ આ ગુણમાલ ગ્રંથમાં ધાગા રૂપ શ્રી ઠાકોરજીનું ધ્યાન અને મણીકા રૂપ બધાં ભગવદીઓનાં હૃદયમાં બીરાજે છે. માટે જીવનદાસ કહે છે કે આપણા ઈષ્ટ-સુજાન એવા જે શ્રી ગોપેંદ્રજી તેના ચરણારવિંદની પ્રાપ્ત કરવી હોય તો દાસના દાસના જશનો શુદ્ધ હૃદયથી જપ કર-ધ્યાન ધર.
અઢાર સંવત એકડંતા, બરખમું ગ્રંથ બંધાન.
મોરપુરી મધ્ય મગ્નજ, ધર મન મહા રસ ધ્યાન;
સેવક ગુન શુભ રસ રાસ, રસના રટન રટાયે,
એહી જન મનમોં આશ, પ્રકાશ સદા સુચ પાયે;
શુદી ફાલ્ગુણી ચૌદશીને સંપુરન, પાંચા જન તીત પાસ;
દાસન ધન્ય ગોપેંદ્ર જશ, બદત સુનત સુખ બાંસ…૧૩૮
સંત ૧૮૦૧ની સાલમાં મોરબીમાં આ ગ્રંથ પુરો થયો અને ડોસાભાઇ કહે છે કે હે મન ! નિજજન એવા જે સેવક તેમાં જે ગુણ એ જ શુભ રસરાશ-મહારા. તેનું ખરા મનથી ધ્યાન ધર અને રસનાથી-જીભથી તેનું જ રટન કર અને એવી પવિત્ર ભાવના દરેકના હૃદયમાં થાય તો જ સાચો પવિત્ર પ્રકાશ થાય એના મનમાં અભિલાષા છે. ફાલ્ગુન શુદી ૧૪ને દીવસ ગ્રંથ પરીપૂર્ણ થયો છે. એ વખતે પાંચાભાઈ પાસે બીરાજે છે અને કહે છે કે શ્રી ગોપેંદ્રજીના દાસના જશ કહે છે સાંભળે છે એ ખરું સુખ ભોગવે છે. એવા જે દાસ તેમને ધન્ય છે.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||