|| શ્રી ગોપાલો જયતે ||
ગઢ જીરન ગંભીર, દેસાઈ તીત દાસા,
ભાવત ભ્રત જન ભીર, રજીત અહોનિશ રાસ;
મનધર શ્રી મહારાજ, ભુવન ભલી છબી ભ્રાજે,
શુભ ખટ રત પ્રત સાજ, નીશદીન નેહ નીવાજે,
પ્રતાપ પીયુ પ્રીતમ પ્રીત, ગોકુલ દાનત્ય ગાઈ,
શામળ શુભ રસ રીત, પદ પંકજ નિધિ પાઈ.…૧૨૭
પ્રતાપરાય તથા ગોકુલદાસ તથા દાનતરાય તથા દ્વારકાદાસ જ્ઞાતે કાયસ્થ વૈશ્નવ હતા. અને જુનાગઢ ગામે નિવાસી હતા. તેઓ મહારાજશ્રીના અનીન ભગવદી હતા. વળી જુનાગઢની દીવાનગીરી કરતા. મહારાજ શ્રી જમુનેશ પ્રભુને જુનાગઢ પધરાવી અસંખ્ય ભેટ કરી અને વીનતી કરી બાર માસ રાખ્યા. મહારાજશ્રી સાથે જુથ ઘણુંજ સાતસો પાતળ હતી, તે સરવેને રોકી બારમાસીક ઉત્સવ-ડોળ હીંડોળા તથા અન્નકુટ તથા જન્મદીવસો વિગેરેનો અણમુલો લાભ લીધો. મહારાજશ્રીને અનેક પ્રકારે લાડ લડાવ્યા. અને મહારાજશ્રીએ બહુ પ્રસન્ન થઈ પોતાના ભગવદીઓને અનહદ સુખ આપ્યાં. આપ કૃપા કરી ડોળ તથા હીડોળામાં સદેહે ઝુલ્યા, અને કેસરી સ્નાન પણ સદેહે કર્યા એવા અઢળક સુખ આપ્યા શામબાઈ તથા પ્રતાપરાય અને દાનતરાય તથા ગોકુલદાસ સાક્ષાત પુષ્ટિ મારગના નિધિરૂપ એવા મહારાજશ્રીના ચરણ સેવ્યા. એવા મોટા ભાગ્યના ધણી ઘણાજ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||