|| શ્રી ગોપાલો જયતે ||
ચીત્રાવટ ચીવા ચહ્યો, સબંધી દાસ સુજાન,
ભાવ કરન મહારાજ ભયો, પુષ્ટિ સદન પ્રમાન;
સેવન શ્રી ગોપેંદ્ર સદા, ભગવદીયન ઉર ભાવ,
બદન પ્રત્ય ગુન રસ બદા, પીયુ પદ ચીત ઠેરાવ;
શ્રવણ ચૌદશી રાશ સુન, ધર ચાહો તીત ધસે
મોહોન જસોદા મગ્ન મન, બલભી જન બિચ્ય બાસ બસે.૧૨૬
મોહનદાસ તથા જસોદાબાઈ બંને સંગી વૈશ્નવ હતા, અને ચીત્રાવડ ગામે રહેતા, તેમણે મહારાજને ચીત્રાવડ પધરાવી પોતાને ઘેર પધરાવ્યા અને નામ નિવેદન લીધું, મહારાજશ્રીએ કૃપા કરી પોતાના હસ્તાક્ષર પધરાવી આપ્યા, અને પુષ્ટિ પ્રનાલીકા આપશ્રીના ઘરની તેમને બતાવી. તે પ્રમાણે બંને એક મનથી સેવા કરતા. સેેવ્ય ઠાકુરજી તેમને સાનુભાવ જતાવવા લાગ્યા. તેમને ભગવદી સ્વરૂપનો ભર ઘણો હતો, પોતાનો લોકીક વહેવાર છોડી સદા સરવદા મહારાજશ્રીના ચરણારવીંદનું ધ્યાન ધરતા અને જ્યાં ચૌદશનો મંડપ ખેલ હોય ત્યાં પોતાની દેહ રહી ત્યાં સુધી દરશન કરવા ગયા વગર રહ્યા નહીં ત્યાં પોતાના સેવ્ય સ્વરૂપને સાથે જ પધરાવી જતા. એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||