|| પીતાંબરદાસ ||

0
211

|| શ્રી ગોપાલો જયતે ||

સરસ સતોદર બાસ, દાસ ભલો તીત દેખ્યો,
ભ્રાજીત મુખ શુભ ભાશ, પાશ પ્રભુ જશ પેખ્યો;
અંગ પ્રતિ અતિ ઉલ્લાસ, જાશ સંબંધી જન જાને,
રાજીત ઘર રસ રાશ; પ્રકાશ પયો તેહી પાને;
નામ શ્રવન જમુનેશ, ચૌદશી ભર ચિત ચાયો;
બધ પદ કવલ વૃજેશ, પ્રગટ પીતાંબર પાયો…૧૨૫

પીતાંબર જ્ઞાતે ગીરનારા બ્રાહ્મણ વૈષ્ણવ હતા. તે સતોદર-સાતુગડ ગામે નિવાસી હતા. મહારાજશ્રીના અનીન ઉપાસક હતા. પ્રકટ સ્વરૂપ ભગવદી ઉપર તેને ભર ઘણો હતો. પોતાના સંગી મોનદાસને પોતાની પાસે રાખી તેમની જ ટેલ-સેવા કરતા. અને આનંદ માણતા. મહારાજશ્રી સાતુદડ પધાર્યા ત્યારે પીતાંબરભાઈએ મહારાજશ્રીના ચરણનો સ્પર્શ કરી કહ્યું જે ધન્ય જમુનેશ ! તમોને ધન્ય ! મારા મનની જાણી મને રાસના દરશન કરાવ્યા એ પીતાંબરદાસ એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here