|| શ્રી ગોપાલો જયતે ||
હરમતીયા હેતબંત બાસ, સોનલ સરસ સલોની,
શ્રીજન; શ્રી જમુનેશ જશ ઉર, અંતર ગત ગોની;
આવત જન ઘર એહ, સન્મુખ વહે મન સાચી;
શોભીત અંગ સનેહ, રૂપ પ્રભુ પદ રાચી;
લાલ સખી સો સદનકી, જુઠ પ્રસાદી પાઈ,
બીકસી છબી તબ બદનકી, ભકિત ભલી ભર લાઈ….૧૨૪
સોનાજી ક્ષત્રી વૈશ્નવ હતા અને હડમતીયા ગામે નિવાસી હતા. મહારાજશ્રીના અનીન અટંકા સેવક હતા. તેમના સંગી લાલદાસ હતા, તેમની ઉપર મહારાજશ્રીની પુર્ણ કૃપા હતી. સોનાજી મહારાજશ્રીનું નામ નિવેદન પામ્યા હતા, ત્યારે તેમણે મહારાજશ્રીને એક ઝરીની સાડી તથા બહુ જ રકમ ભેટ કરી હતી. તેમને મહારાજશ્રીએ ચરણારવીંદની સેવા પધરાવી આપી હતી. સોનબાઈ પાસે લીલબાઈ કરીને એક સખી હતી. તે સોનબાઈના જૂઠણ પ્રતાપે કરી કૃપાપાત્ર થયા તે જુઠણ લેવાથી તેની કાંતી તદન બદલાઈ ગઈ અને ભક્તિનો ભર ઘણોજ થયો તેથી શ્રી ઠાકુરજી તેમને સાનુભાવ બતાવવા લાગ્યા સોનબાઈ પોતાનો લોકીક વહેવાર છોડી તથા રાજનું અભિમાન છોડી મહારાજશ્રીની સન્મુખ મંડળીમાં બેસતા. અને સમાજમાં ગવરાવતા. તેમજ પોતે મૃદંગ બજાવતા. પોતે અટંકા અને અભય હતા. સોનબાઈએ દસમનો મંડપ કર્યો તેના સામૈયામાં મૃદંગ પોતેજ બજાવતા હતા અને ગવરાવતા હતા, એવી રીતે મહારાજશ્રીને તથા ભગવદી જુથને મંડપમાં પધરાવી લાવ્યા અને ઉત્સાહથી તેમની સેવાનો લાભ લીધો. તેવા પુર્ણ કૃપાપાત્ર જેણે પોતાનું આલૌકીક સાચવવા માટે લોકીકની કાની તોડી નાખી. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||