|| શ્રી ગોપાલો જયતે ||
મયા કીયે મહારાજ, સુ સેવક જન સુચ પાય,
ઉત્સાહ અપરમીત અંગ, ગહેક ગુના રસ ગાય;
ગુન રસ રુપ ગોપેન્દ્ર, ભાસ્યો ચિત બીચ ભારી,
કીર્તન કહ્યો અનેક, નિર્મળ પદ ગતિ ન્યારી;
પતિવૃત્ત ધારી પોહોવ્ય, બરનું કહા મતિ મોરી,
જીવનદાસ મોરારકી, અનન્ય ભક્તિ અનેરી…૧૨૩
મોરારદાસ જ્ઞાતે ઔદીચ બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને આમરણ ગામે નિવાસી હતા. શ્રી ઠાકુરજીના ગુણ રસ ગાવામાં તેમને ઘણોજ ઉત્સાહ હતો. તેની એવી ભાવનાથી તેમના હૃદયમાં શ્રી ઠાકુરજીના ગુણરસનો ભાસ થયો તેમણે શ્રી ઠાકોરજીના ઘણાજ પદો બનાવ્યા છે. પોતે પતિવૃતાનું પણ પાળી શ્રી ઠાકુરજીના નિર્મળ પદ-ચરણનું અહોનિશ ધ્યાન ધરતા. જીવનદાસ અને મોરારદાસની ભક્તિ ઘણીજ અનીન અને અનેરી હતી. કવિ કહે છે મારી મતી તો થોડી છે, તેથી હું તેનું વરણન શું કરી શકું? એ મોરારદાસ એવા પુર્ણ કૃપાપાત્ર હતા. તેમની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||