|| શ્રી ગોપાલો જયતે ||
જન છીપા જમુનેશ, પુરતે ચલ્યો પ્રગાઉ
તક્યો કોસ ભર તીસ, દાવ નવ્વે કછું દાઉં;
તલબ ભઈ તપખીર, લાલચ ચિત અકુલાય,
પ્રતેર ગઠોરા તીન, પ્રસાદ દુબમોં પાય;
સોરંકી મન સમજ સદા, ભૈ જીવન દ્રઢ ભારી,
ગ્રહે ગુન ગોપેન્દ્ર પદ, સુખ બચન કહે વીસ્તારી…૧૧૬
જીવનદાસ છીપા વૈષ્ણવ ધોરાજી ગામે નિવાસી હતા. તે શ્રી મહારાજશ્રીના સેવક હતા. તેમના સ્ત્રીનું નામ વાલબાઈ હતું. તે બન્નેને એવી ટેક હતી કે હંમેશા એક વૈષ્ણવ ને પ્રસાદ લેવરાવીને પછી પોતે લેતા. તેની ટેક શ્રી ઠાકુરજીએ તેની દેહ રહી ત્યાં સુધી પાળી જીવનદાસને તપખીરનું વ્યસન હતું એક દિવસ ગામ જતા હતા. ત્રીસ ગાઉ જેટલું છેટે નીકળી ગયા ત્યારે તપખીર થઈ રહી અને મનમાં અકળાવા લાગ્યા. ભૂખ પણ લાગેલી, ચાલવાની શક્તિ પણ રહી નહીં તેથી મહારાજ, મહારાજ, એમ બોલી હેઠા બેઠા અને ધોખડમાં જરા આડે પડખે થયાં બે ઘડી થઈ એટલે બેઠા થયા અને જુએ છે તો પોતાની બાજુમાં તપખીરના બે દડીયા તથા દુનાની અંદર પ્રસાદ એ મુજબ ત્રણે રાખેલા છે. સોલંકી જીવનદાસ શ્રી ઠાકુરજીની કૃપા જોઈ ઘણા ખુશી થયા અને પોતાના મનની દ્રઢતા વિશેષ થઈ. એવી રીતે મહારાજશ્રીએ પોતાના નિજજન સેવકની સહાયતા કરી છે. એ જીવનદાસ શ્રી ગોપેંદ્રજીના ગુણરૂપ ભગવદીનું ધ્યાન કરતા. ડોસાભાઈએ જે ગ્રંથો કર્યા છે, તેમાં ઉપમા પોતાના સંગી જીવનભાઈને આપી છે. તે જ આ જીવનદાસ હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||