|| શ્રી ગોપાલો જયતે ||
દ્વેજન વેહે નિજનદાસ, અંબ બેકનકુ આયો,
પુરચંદ્રા ચોંહો પ્રકાશ, પુરમો લ્યાય પ્રચોયો;
લેશ ન મુરી લાર, બદે બેકય દ્રવ્ય દેહુ
સકલ સાખ્ય ભઈ સાર, બીચાર બદે મલ મેહુ;
કલ્યાણ સુણ માધવ કહે, યહ રસ જમુનેશ જોગ,
ગુન મન શુભ મહારાજ, ગ્રહે ભયો સબે તબ ભોગ…૧૧૪
માધવદાસ તથા કલ્યાણદાસ બંને ભાઈ ચંદ્રાપુર(માધુર)ના રહીશ સોની વાણીઆ વૈષ્ણવ હતા. તેમના માથે મહારાજશ્રીના હસ્તાક્ષર બીરાજતા હતા. તે ઘણા ઉમંગથી સેવા કરતા અને તે સેવનમાંથી શ્રી ઠાકુરજી પ્રગટ થઈ તેમને દરશન આપતા હતા. એક દિવસ બંને ભાઈ સેવા કરીને બઝારમાં ગયા. ત્યાં કેરીનો સુંડલો વેચવા આવ્યો કેરી ધણી જ સુંદર હતી. તે જોઈ માધવદાસે કહ્યું ભાઈ કલ્યાણ આ કેરી તો આપણા પ્રભુ મહારાજશ્રી આરોગે તેવી છે. આમ બંને ભાઈ વાતચીત કરે છે, પણ પોતાની પાસે પૈસા નથી, કે કેરી લઈને પ્રભુજીને આરોગાવે. પણ તેની વિરહ ભાવના ઘણી જ તીવ્ર થઈ કે અહો ? કેરી કેવી સુંદર, મારા પ્રભુજીને લાયક છે એવી રીતે મનમાં વિચાર કરે છે અને દ્રષ્ટિ કેરીમાં છે. જાણે કે પોતે એ વખતેજ કેરી શ્રી ઠાકુરને સમરપે છે. કેરીવાળો કેરી લઈ જતો રહ્યો. એટલે બંને ભાઈ ઘરે આવ્યા અને શ્રી ઠાકુરજીને ભોગ લાવ્યા જ્યારે પોતે ભોગનો થાળ સરાવવા ગયા, ત્યાં સુવર્ણના કટોરામાં રસ ભર્યો છે અને આ૫ આનંદથી બાટી અને રસ આરોગે છે. એવા દરશન થયા. શ્રી ઠાકુરજીએ ઘણા જ ઉત્સાહથી કહ્યું માધવ ! પ્રસાદ લે ! માઘવદાસે આશ્ચર્ય પામી કહ્યું, પ્રભુ આપને ધન્ય આપનું પ્રાગટ દાસના મનોરથ પૂર્ણ કરવાને વાસ્તે જ છે એમ કહી દંડવત કર્યા. પાછળ રહેલો પ્રસાદ જુથમાં વાટવા માટે થોડો રાખી બાકીનો પ્રસાદ બન્ને ભાઈ લઈ ગયા. તેના સ્વાદનું વરણન કરતા ધરાતા નથી, એવી અથાગ કૃપા મહારાજશ્રીએ કલ્યાણદાસ તથા માધવદાસ ઉપર કરી. તેના મનનો ભાવ જોઈ કેરીમાં અલોકીક રસનો સ્વાદ મુકી આરોગ્યા. અને સર્વે વૈશ્નવોને પણ તેની કૃપાનો લાભ મળ્યો. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||