|| શ્રી ગોપાલો જયતે ||
બદત ગીત આવેશ, નતપ્રત વહે સંગ નેરો,
જીત જાવત જમુનેશ, ભાવત તહાં તિત ભેરો;
છકીત જ્ઞાત કુલ છાંડ, આપ રહ્યો એહી આશ
મહા પ્રાકમ પ્રભુ માંડ, પ્રફુલ્લીત ધોલ પ્રકાશ;
દાસ બીર્દતા દેહ, ગોકુલ જાય ગીરાયો.
અનુભવ કુંભન એહ, પદ જાંબુવંતી પતિ પાયો…૧૧૩
કુંભનદાસ ગીરનારા બ્રાહ્મણ વૈશ્નવ હતા. અને વાવડી ગામના રહીશ હતા. તેણે મહારાજશ્રીને પોતાને ઘેર પધરાવી સર્વ સમરપણ કરી દીધું અને મહારાજ સાથે સદા ટહેલ કરવા રહ્યાં, અને અષ્ટપહોર કીરતન ગાતા. તેના ઉપર મહારાજશ્રીએ ઘણી જ કૃપા કરી અને નવા કીરતન કહેવરાવ્યા. પોતે લોકીક જ્ઞાતી તથા કુટુંબ સર્વ ત્યજી મહારાજશ્રી તથા તેમના જુથની આશાએ સદા સાથે જ રહ્યા કુંભનદાસ પોતે વૃદ્ધ હતા. તેમણે પોતાની દેહ ગોકુળ જઈને છોડી, અને જાંબુવંતીના પતી શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદની પ્રાપ્તી થઈ તેવા કૃપા પાત્ર હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||