|| શ્રી ગોપાલો જયતે ||
સુનહો શુભ તન સાજ, ઠહે મન નેરે ઠાંઢો.
રટન રૂપ મહારાજ, ગ્રહે નિચ્ચે કર ગાઢો;
રસના જીત પ્રભુરાય, નિત અપુનો તન તાર,
ધન્ય ધન્ય કહે ઉઠી ધાય, ગ્રીષ્મ વર્ષા સ્યારે;
ધર તન જલસી ધુપ, અટકયો હરજી આવે.
જ્યજીવન અંગ અનુપ, પદ નિચ્ચે મન પાવે….૧૧૨
હરજીભાઈ જ્ઞાતે બ્રાહ્મણ વૈશ્નવ હતા અને ભાયાવદર ગામના રહીશ હતા. તેને મહારાજશ્રીનું નામ-નિવેદન હતું. તેણે મહારાજશ્રીને પોતાને ઘેર પધરાવી ઘણી ભેટ કરી. વળી પોતે ઘણા જ અનીન અને અટંકા હતા. એક વખત હરજીભાઈએ વિનંતી કરી જે કૃપાનાથ આપના ચરણારવીંદ પધરાવી દીઓ, પણ મહારાજશ્રીએ તેની પરીક્ષા કરવા માટે છ માસ સુધી જલ તથા પવા પાશેર ભેળાં કરી વીનતી કરતા કે મહારાજ શ્રી દ્રષ્ટી કરો, તેમ કરી લેતા, એમ છ માસ વીતાડયાં, વળી વર્ષા ઋતુમાં જળ અને ગ્રષ્મ ઋતુમાં ધુપમા પોતે રહેતા. આવો પુર્ણ વીરહ હરજીભાઈનો મહારાજશ્રીએ જોયો ત્યારે મહા પ્રસન્નતાથી આજ્ઞા કરી જે સેવન કરીને પધરાવી આપું એમ કહી આપના ચરણારવીંદ મહેંદ કૃપા કરી પધરાવી આપ્યા હરજીભાઈ ઘણા જ ખુશી થયા અને મહારાજશ્રીને જળ લેવા માટે સુવર્ણની ઝારી ધરી. આપશ્રી સદૈવ તે ઝારીથી જળ લેતા એ હરજીભાઈને વૈષ્ણવો હરજી જમુનેશી કહીને બોલાવતા એવા કૃપાપાત્ર હતા. તેમની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||