|| શ્રી ગોપાલો જયતે ||
શ્રીજન જન સુખ રાશ, દીન દયાલકી દાસી,
અંગ પ્રતિ અતિ ઉલ્લાસ, ખાલી કરતા ખવાસી;
સુ બચન મુખ મનુહાર, અહોનિશ આગે ઠાડી,
મહેકત જસ સકુમાર, ગાંઠ પરી પદ પ્રેમ સુગાઢી,
મન વશ વહે મહારાજ, સેવા કર અતી સાચી
લલીત લડાઈ લાડ, બદત કહા કવી વાચી…૧૧૧
એ લાડબાઈ જ્ઞાતે બ્રાહ્મણ વૈશ્નવ હતા અને પોરબંદર ગામે નિવાસી હતા. સદા મહારાજશ્રીના ખવાસી હતા. તેને મહારાજશ્રીનું નામ નિવેદન હતું, પોતે એકલા હતા અને સર્વસમર્પણ કરી મહારાજશ્રીની ભેળા રહેતા અને અષ્ટ પહોર મહારાજશ્રીના ધ્યાનમાં મગ્ન રહેતા. મહારાજશ્રીની આજ્ઞાની રાહ જોઈ હાથ જોડી ઉભા રહેતા. પોતે નિંદ્રાનો ત્યાગ કર્યો હતો.
જ્યારે મહારાજશ્રી સુખાળા થતા ત્યારે ઋતુ પ્રમાણે સેવા કરતા. ઉષ્ણકાળમાં પંખો કરતા, શીતકાળમાં અંગીઠી તૈયાર કરી રૂના પોલ વતી મહારાજશ્રીને ઉષ્ણતા આપતા. અને નિંદ્રાવશ થાય ત્યાં સુધી ચરણ સેવા કરતા એવી અનેક પ્રકારે મહારાજશ્રીની સેવા કરી ખુશી થતા. એવી સેવા પોતાની દેહ રહી ત્યાં સુધી કરી એવી એની ટેક શ્રી ઠાકુરજીએ પાળી. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||