|| શ્રી ગોપાલો જયતે ||
ધન્ય ધન્ય વહેપુર ધાઉં, જીત રાજીત જમુનેશ,
કહે સદન શુભ ઠાંઉં, દાયક સુખ તેહી દેશ;
શ્રી જન તિત સત્ય દરસ અહોનિશ આવે,
માનક રંભ ધારી અમૃત્ય, સુપ્રેમામત બહુ ગુન ગાવે;
ગાદી તકીયા બિબધ બીછોના, બેઠક આપ બીરાજે,
ભીર ભ્રાતજન ભરે ભેના પુષ્ટીરુપ પરાજે…૧૦૮
મહારાજ શ્રી સાથે સદા ભેળાજ રહેતા અને રહે છે. એવા મહારાજશ્રી જમુનેશ પ્રભુના અંગીકૃત સેવક. તેની વારતા મહારાજશ્રી પોરબંદર બીરાજે છે. આપશ્રી હવેલીના અટારી ઉપર બેઠકમાં ઝરીના ગાદી તકીયા ઉપર આપ બીરાજે છે. ત્યાં પોતાના અંગીકૃત વૈષ્ણવ બાયુ વૈશ્નવ બેઠા છે. તેમાં માણેકબાઈ તથા રંભાબાઈ તથા અમૃતબાઈ વગેરે જુથ બીરાજે છે. મહારાજશ્રીના વચનામૃતનું પ્રેમામૃત પાન કરે છે. મહારાજશ્રી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતોનું બરનન કરે છે અને આનંદ આનંદ છવાઈ રહ્યો છે. ભ્રતજન-સેવક જનની અથાગ ભીડ ત્યાં થઈ રહી છે.
શુભ દાસન જમુનેશ સંગ, આગે અહોનિશ કાઢે,
જી જી કર કર જોર રંગ, ગ્રહે નિશ્ચ પદ ગાઢે;
કુંભન હરજી કેવલ, લવ જેઠન ભંડારી
બીહારી બનુંવા લાડ વહુ, એહી ઘર મધ્ય અધીકારી,
ભીતર રસીક શુભા ઓત, દાસ સદન પીયુ ડોલે
સુબધ્ધ સગુન સમઝાયોત, બચન અમીરસ બોલે,…૧૦૯
પુષ્ટિમારગમાં શ્રી ગોપેંદ્રજી કારણ સ્વરૂપ છે, એવો ઉપદેશ આપે છે. દાસજનો અહોનિશ હાથ જોડી ત્યાં ઉભા રહે છે અને આજ્ઞાની વાટ જુએ છે. આજ્ઞા થતાં જ સર્વે જી જી કરતા દોડે છે. આપશ્રી બેઠકે બીરાજે છે અને આગળ ભગવદી વૃંદ બેઠા છે. કુંભનદાસ, હરજીભાઈ, તથા વાલજીભાઈ તથા ક્વલદાસ તથા જેઠાભાઈ ભંડારી તથા સારથી બીહારીદાસ તથા ગાંધર્વ બનુભાઈ અને લાડવહુ તથા અધીકારી ઝુમણા વહુ આ સર્વે જુથ મહારાજશ્રીની ટહેલમાં રહેતા અને આજ્ઞાની રાહ જોઈને ઉભા રહેતા અને મહારાજ આજ્ઞા કરતા ત્યારે જીજી કરી તુરત જ સેવા કરતા અને મહારાજને સર્વ સમરપણ કરી સદા મહારાજ ભેળા રહ્યા અને મહારાજશ્રીના અંતરિક્ષ જુથમાં રહે છે. એવા એ સરવે પૂર્ણ કૃપાપાત્ર પરમ ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||