|| રયા ભટ ||

0
91

|| શ્રી ગોપાલો જયતે ||

પંચસો જન પ્રવેશ, શહેર બગસરે આયે,
નિજજન સંગ જમુનેશ, ભટ રહીયા પરખાયે,
જર્યું કે હું જબ જાય, ન ટકે વાઘર નાયે,
પને સર્વ ધર કર જોર, પર્યો પગર બીચ પાયે;
બીનતી બોહો મનુ હાર પન, પ્રભુજી ઘર પધરાવે.
માન ભટાની મોદ મન, સુત નારન ભર ભા…૧૦૪

એ રયાભટ બગસરા ગામે નિવાસી હતા. જ્ઞાતે ઔદિત્ય બ્રાહ્મણ વૈશ્નવ હતા. તે કૃષ્ણદાસ બાવરાના દીકરી હતા. રયાભટ શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમને મહારાજ શ્રી જમુનેશના સ્વરૂપ ઉપર પૂર્ણ ભર નહોતો. મહારાજશ્રી બગસરે પધાર્યા. વૈષ્ણવનું જુથ સાથે લગભગ પાંચસો પાતળ હતી એ માન માણેક ભટાણીએ સાંભળ્યું, ત્યારે મહારાજનું સામૈયું કરવાને બગસરાના વૈષ્ણવ તથા ભટાણી ગાઉ એક સામે આવ્યા. માણેક ભટાણી રયા ભટની માતા થાતાં તે રયા ભટને માથે મોજડી મારતા મારતા મહારાજશ્રીની સનમુખ લઈ ગયા અને વીનતી કરી કે આ આપનો ગોલો આપનો દોષીત છે. તેનો દોષ નિવૃત કરો અને શરણે લીઓ.

પછે ભટ રયાએ મહારાજશ્રીના ચરણમાં દંડવત્ કર્યા અને ઉભો થઈ જુએ છે તો મહારાજશ્રી જમુનેશ પ્રભુમાંથી સાક્ષાત શ્રી ગોપેંદ્રજીના દર્શન થયા. પછી રયા ભટે મહારાજશ્રીને વિનંતી કરી જે કૃપા નાથ મારો. ઉદ્ધાર આપને હાથ છે. અને હું આપનો દોષીત છું.

તેથી મહારાજશ્રીએ તેના ઉપર સુદ્રષ્ટી કરી અને ભટ રયો મહારાજશ્રીનું ધ્યાન કરવા લાગ્યા. અને ઘણીજ વીનતી તથા મનુહાર કરી મહારાજશ્રીને ભટ રયાએ પોતાને ઘરે પધરાવ્યા અને રયા ભટના દીકરા નારણ ભટ- તેમને મહારાજશ્રીએ નામ નિવેદન આપ્યું તેવી કૃપા રયા ભટ ઉપર કરી. સાક્ષાત ગોપેંદ્રજીનું સ્વરૂપ ધરી. દરશન આપ્યાં. એવા એ પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here