|| શ્રી ગોપાલો જયતે ||
સીંચન શ્રી જમુનેશ, સકરીયા શુભ જાન
અંગ અંગ પ્રત આવેશ, પુષ્ટિનું જન પ્રમાન;
એક દિવસ સુત ચલ્યો, કુટુંબ સબે મીલી આવે,
મસ્ત કુટન જબ મીત્યો, બદન ગુસ્સો બગદાયે;
કાજ સુતબ કરાએકે; ભુવન ભયે ગુન ગહેક;
દેવસી તેજ બસાબર એહી જન આનંદ ટેકે…૧૦૩
એ દેવશીભાઈ વાસાવડ ગામે નિવાસી કણબી વૈષ્ણવ હતા. શ્રી પ્રભુજીના અનીન અટંકા સેવક હતા. લોકીકનું મોટું જોતા નહીં તેમજ અન્યનું નામ પણ લેતા નહીં તેમને માથે સેવા બીરાજતી તે તેમને સાનુભાવ હતા. એ દેવશીભાઈ તથા તેમના ઘરના તેજબાઈને એવી ટેક હતી કે હંમેશા એક વૈશ્નવને પ્રસાદ લેવરાવી પોતે લેતા અને એની એ ટેક દેહ રહી ત્યાં સુધી શ્રી ઠાકોરજીએ પાળી. તેમને એક દીકરો હતો તે પણ શ્રી મહારાજના સ્વરૂપનો પુરો લોભી હતો, કેટલાંક દીવસ જતાં તેમને એક દીકરો હતો તે પ્રભુ ઈચ્છાથી ચાલ્યો. તેથી ગામના લોક તથા દેવશીભાઈનું કુટુંબ સર્વે દેવશીભાઈના આંગણામાં આવી રોકકળ કરવા લાગ્યા વિલાપ કરી કરી રોવા લાગ્યા. ત્યારે દેવશીભાઈએ આંગણામાં આવી ગુસ્સો કરી કહ્યું કે તમો શા માટે રુઓ છો ? મારો દીકરો તો સાક્ષાત ગૌ લોકમાં ગયો. માટે તમો તમારે ઘેર જાવ. એમ સદેહે દેવશીભાઈનો દીકરો ગોકુલ ગયો છે તે ત્યાં સોરઠીયા વૈષ્ણવ ગયેલા તેમને મળ્યો અને કહ્યું હું પણ શ્રી જમુના પાન કરવા આવ્યો છું. એવા એ દેવશીભાઈનો દીકરો સદેહે ગોકુળ ગયો અને શ્રી ઠાકોરજીના ચરણારવીંદ પામ્યો. ડોસાભાઈ કહે છે જેમ તેજુબા શ્રી ગોપાલલાલના અનીન ભગવદી સદેહે ગોકુળ જઈ પ્રભુની ટહેલ કરી હતી. તેમ આ દેવશીભાઈના દીકરે પણ સદેહે પહોંચ્યા અને સેવામાં રહ્યા. એ દેવશીભાઈ તથા તેજબાઈ એવા પરમ કૃપાપાત્ર ભગવદી થયા તેમના દીકરા સદેહે શ્રી ગોકુળ ગયા અને સાક્ષાત શ્રી ઠાકોરજીના ચરણની પ્રાપ્તિ થઈ. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||