|| શ્રી ગોપાલો જયતે ||
છકીત મહારસ છાક, પર્મ સદા શુચ પાયે,
કુંડલ ઘર કોળીઆક પ્રગટ ગુન રસ ગાયે;
જીવન ધન્ય જમુનેશ, પ્રભુ શુભ ભુવન પધરાયે,
દરસત બદન સુદેશ, એહિ મુરત ઉરઝાયે;
પુરવ બઢી મન પ્રીત, લલીત હરદે બીચ લાવે,
ગોરધન ગુન રંગ પ્રીત, પનવૃત પ્રેમ બઢાયે…૯૮
ગોરધન કુંડળ કોળીઆક ગામે નિવાસી ઔદીચ્ય બ્રાહ્મણ હતા. મહારાજશ્રી કોળીઆક પધાર્યા ત્યારે તેની ઘણી જ ઉત્તમ પ્રકારે સેવા કરી. ગોરધનભાઈને પ્રગટ સ્વરૂપનો ઘણો ભર હતો. તે શ્રી ઠાકુરજીના ધ્યાનમાં જ અષ્ટ પહોર ગાળતા અને મહારાજશ્રીની ભગવદીની સેવા વીના ક્ષણ પણ વ્યતીત કરતા નહીં. જેવી રીતે જળ સાથે મીન માછલાને પ્રીત હોય છે કે જળ સિવાય માછલું એક ક્ષણ પણ રહી શકતું નથી તેમ ઠાકુરજી ઉપર તેને એવો સ્નેહ હતો. મહારાજશ્રીએ ઘણા જ ખુશ થઈ તેમને પોતાના ચરણારવીંદ પધરાવી આપ્યાં. એ કુટુંબ શ્રી ગોપાલલાલના સમયથી જ મહા અનીન અને અટંકું હતું.
હજી પણ કોળીઆકમાં ત્રણ સ્વરૂપના પાદુકાજી બીરાજે છે. બ્રાહ્મણ પંડયા કહેવાતા. શ્રી ઠાકુરજીએ તેને પોતાના કુંડળની ઉપમા આપી. તેથી તે કુંડળ કહેવાયા. દરેક આભુક્ષણમાં કુંડળ મુખ્ય છે અને શ્રી ઠાકુરજીને અતી પ્રીય છે. વળી શ્રી ઠાકુરજીએ તેની ઉપર અત્યંત કૃપા કરી છે, રસોઈ કરવાનો અધીકાર કુંડળને આપ્યો એવા એ કુંડળ પરમ કૃપાપાત્ર પરમ ભગવદી હતા. એની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||
Leave a Reply