|| શ્રી ગોપાલો જયતે ||
રસીક રમણકો રૂપ, ભક્તિ હરદેમેં ભાસી,
સુંદર બર બ્રજ ભુપ, સદન રહે સુખવાસી;
વલભીજન તહાં વૃંદ, હલમલ વહે હીતકારી,
અનુભવ સુખ આનંદ, પ્રગટ ગુન પ્રીત પ્રકાસી;
જીવન ધન્ય જમુનેશ સંગ અહોનીશ.ચાહે એકલાસી,
જન રઘા ગોપાલસુત, દાસ અનન્ય ઉપાસી…૯૭
એ ગોપાલદાસ જ્ઞાતે મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ ઉખરલા ગામે નિવાસી હતા. ગોપાલદાસ મહારાજશ્રીને ખરેર ગામમાં વીનતી કરી ઉખરલે પધરાવી લાવ્યા. મહારાજ શ્રી જમુનેશ પ્રભુની અનેક પ્રકારે સેવા કરી, અને મહારાજશ્રીનું સ્વરૂપ સાક્ષાત રસીક શીરોમણી છે તેવો ભાસ ગોપાલદાસને થયો હતો.
મહારાજશ્રીની સાથે જુથ ઘણું હતું તેનું ઘણી રૂડી રીતે સન્માન કર્યું વળી મહારાજશ્રી ભગવદીના હૃદયમાં બીરાજે છે તેવો ભાવ ગોપાલદાસને નેચળ હતો. તે પ્રગટ ભક્તિ પ્રભાવે કરી ગોપાલદાસના દીકરા રઘાભાઈ પણ મહારાજશ્રીના અનીન ઉપાસી થયાં. તેમની ઉપર મહારાજે કૃપા કરી ચરણાવીંદ પધરાવી આપ્યા હતા. તે તેમની સેવા કરતા, તે તેને સાનુભાવ જણાવતા એવા ગોપાલદાસ તથા રઘાભાઈ પૂર્ણ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||