|| શ્રી ગોપાલો જયતે ||
કમરી પુરન કોર, ખરેરજ પ્રત્યે પધારે,
ખષ્ટિ ખેલ કતોલ કર, સબજન કાજ સીધારે;
સપ્ત દિવસ દે સુખ, ઉખરલે ફિર આયે;
ગોપાલદાસ સન્મુખ, ભુવન પ્રભુ પધરાએ:
લાછલ્ય વાછલ્ય કરી, આરતી સજ ઉતારી,
ભક્તિ મહા સુખ ભારી, રંગ રસ રત વિસ્તારી…૯૬
કાનજીભાઈ તથા કમરીબાઈ બન્ને સંગી વૈશ્નવ ખરેર ગામ નીવાસી હતા. તેઓ શ્રી ગોપાલલાલના સેવક અનીન ઉપાસી હતા. અને ખેલ તથા મંડપ કરી શ્રી ગોપાલલાલને અનંત પ્રકારે લાડ લડાવતા. અને અપરીમીત સુખ લેતા, અનેક ભગવદીનું પોષણ કરતા તેમણે ખશ્ટીનો મંડપ કર્યો. દેશ પરદેશ પત્રીકા લખી એ વખતે જમુનેશ પ્રભુ અમદાવાદ બીરાજતા હતા ત્યાં કંકોત્રી આવી, વૈશ્નવોએ પત્રીકા વાંચવી બંધ કરી, ત્યારે આપ તે જાણી ગયા. અને પારેખને કહ્યું કે એ પત્રીકા લાવો ત્યારે પારેખે વિનંતી કરી જે રાજ! ખરેરથી પત્રીકા આવી છે પણ આપને વીનતી નથી. ત્યારે આપશ્રીએ શ્રી મુખે આજ્ઞા કરી જે પારેખ ! મંડપ ખષ્ટી નો છે તે મારા દાદાજીનો છે અને કાનજી તથા કમરી મારા દાદાજીના સેવક અનીન અટંકા છે, અને તેવા કૃપાપાત્રને ઘેર જાવું તેમાં મને વીનતી હોય નહીં એમ કહી આપે પધારવા ઇચ્છા બતાવી.
સરવે જુથ તૈયાર થઈ આકરું ગામે ડેરો કર્યો. અને ફરસરામ વધાયાને ખરેર મોકલ્યો પછી રૂડી રીતે સામૈયા કરી મંડપમાં પધરાવી લાવ્યા. કમરીબાઈ આરતી કરવા બહાર આવે નહીં, કારણ કે તે તો ગોપાલલાલના સેવક હતા જેથી મહારાજની આરતી કરે તે અન્યાશ્રય થાય એમ તેનું માનવું હતું. એવો અનીન સ્નેહ શ્રી ગોપાલલાલજી ઉપર હતો.
પછી મહારાજશ્રીએ તેના મનનો ભાવ જાણી તેના મનોરથ પુરણ કરવા એ વખતે ત્રણે સ્વરૂપના દરશન આપ્યા તેવું પ્રગટ પ્રમાણ દરશન પધારેલા જુથને પણ થયું-કાનજીભાઈ તથા કમરીબાઈએ આવી દરશન કર્યા. પ્રસન્નતાથી આરતી કરી અને મહારાજશ્રીને ઘણી ભેટ કરી અને ત્રણેય સ્વરૂપ એક જ છે એમ દ્રઢ થયું.
ત્યાં સાત દિવસ બીરાજી અનેક ભાંતીના સુખ વૈશ્નવોને આપ્યાં, અને ત્યાંથી ઉખરલે ગોપાલદાસ મોઢ બ્રાહ્મણ વૈષ્ણવ ઉપર કૃપા કરી ત્યાં પધાર્યા. તેના બાલ બચ્ચાં તથા ગામના બીજા ઘણા જનોને મહારાજશ્રીએ નામ તથા નિવેદન આપ્યું, અને અનેકને કૃતારથ કીધા એ કાનજીભાઈ તથા કમરીબાઈ એવા પૂર્ણ કૃપાપાત્ર પરમ ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને સાહિત્ય સેવા ગ્રુપના જય ગોપાલ ||
Leave a Reply