|| શ્રી ગોપાલો જયતે ||
બીનતી બહો નિજ દાસ ધર. બ્રજ ગોકુલપે બહોત,
ક્રીપાનીધ કરુણા કર, તુમ બીન કછુ ન સોહાત;
રથ બાહાની સુખપાલ સજ્ય, શુભ દાસન લે સંગ,
આયે ગિરીપુર ગાઉ જ્યાં, બઢ્યો બિબધ રસ રંગ;
અંગ રાઓળજી આવેશ, નેહ ભરી મુખ નિરખ્યો,
જોહે જબ જમુનેશ, ગોપેંદ્રજી પ્રભુ ફિર પરખ્યો…૮૯
જસવંત રાઓળ ક્ષત્રિ વૈશ્નવ ડુંગરપુરના રાજા અને કૃષ્ણદાસ ઉપલેટાવાળા તથા બીજા કેટલાક વૈષ્ણવો મળી વૃજ-શ્રી ગોકુળથી શ્રી જમુનેશ મહાપ્રભુને પધરાવવા માટે ગોકુળ જઈ વીનતી કરવા લાગ્યા. ઘણી જ મનુહાર કરી કહેવા લાગ્યા, કૃપાનિધાન આપ વીના કાંઈ સારું લાગતું નથી. માટે અમારા ઉપર કરુણા કરી ડુંગરપુર પધારો. તેની એવી વીનતી સાંભળી શ્રી જમુનેશ પ્રભુ ગીરીપુર-ડુંગરપુર પધાર્યા; મહારાજશ્રી પોતે સુખપાલમાં બીરાજ્યા છે. બીજા અશ્વ ગજ-રથ તથા ગાડીઓ સાથમાં છે. એવી ધામધુમથી પધાર્યા. રાઓળજીના અંગમાં આવેશ આવી ગયો અને ફરી ફરી શ્રી જમુનેશ પ્રભુના મુખ સામું નીહાળી નીહાળી જોવા લાગ્યા ત્યાં તેને ભાસ્યું જે શ્રી જમુનેશ પ્રભુ એ જ શ્રી ગોપેંદ્રજીનું આત્મજ છે. શ્રી ગોપેંદ્રજીનું જ સ્વરૂપ છે.
ચરન ચાંખરી ચાહ્યચર, દાસન ઘર સુખદાય,
સેવન અહોનીશ આપ પર, સેવકકુંજ શીખાય;
પત્ર લિખે પરદેશ, નિજજન આયે શુભ નાઉં,
જીવન ધન્ય જમુનેશ, ધર્યો પદ વ્રજપતી ધાઉં;
શ્રી જન શુભ અંગ આહલાદ અબ, મન ઇચ્છા મહારાજ,
આયે અમદાવાદ તબ, કીને જન શુભ કાજ…૯૦
મહારાજશ્રી અમદાવાદ પધાર્યા. રસ્તામાં અનેક સેવકોને કૃતાર્થ કર્યા. ત્યાં પધારી સોરઠમાં તેમજ બીજા અનેક સ્થળે પત્રિકા લખી. વૈશ્નવો આશરે ૫૦૦ પાંચસોનું જુથ ભેગું મળ્યું હતું. સરવે દર્શન કરી કૃતાર્થ થયા. અનેક પ્રકારની મનુહાર કરી વીનતી કરી કે આપ અમારા જેવા દીન ઉપર દયા કરવાને જ પધાર્યા છો, તો શ્રી ગોપેંદ્રજીની અલોકીક રાજગાદી તેના ઉપર આ૫ બીરાજો અને સોરઠમાં પધારી અમારા જેવા પતિતને પાવન કરો અને સુખ આપો. પછી કૃષ્ણદાસ ભટ અને રાઓળજી તેમજ બીજા વૈશ્નવોએ મળી શ્રી જમુનેશને કેસરી સ્નાન કરાવ્યા. અને રાજ્યાભિષેક કર્યો. ડુંગરપુરમાં દરેક લોકોએ મહારાજશ્રીની પોતાને ત્યાં પધરામણી કરી બાળબચ્ચાંને નામ નિવેદન આપ્યું અને એ પ્રમાણે વરણાગીમાં હાથી સજજ કરી, રત્ન જડીત સુવર્ણની અંબાણીમાં પ્રભુને પધરાવ્યા. જસવંત રાઓળ ચમર ઢોળે છે એ વખતે જસવંત રાઓળ, કૃષ્ણદાસ વિગેરેને શ્રી જમુનેશ પ્રભુમાંથી સાક્ષાત શ્રી ગોપેંદ્રજીના દર્શન થયાં. શ્રી ગોપેંદ્રજીના ચરણાવીંદ હવેલીમાં બીરાજતા હતા તેની આપ સેવા કરતા હતા, અને પોતાના દાસજનોને સેવા પ્રકાર શીખવતા. એ મુજબ અલોકીક આનંદ વરતાવી-સોરઠીયા વૈશ્નવોએ સોરઠમાં પધારવા વીનતી કરી. પ્રજા અને પ્રજજનના વડા ભાગ્ય જે પ્રાણેશ પધાર્યા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply