|| શ્રી ગોપાલો જયતે ||
પંડિત એક પ્રદેશતે, દેખન ગોકુલ દોર્યો,
એહ જમુના આવેશતે, બાહન ઉતરત બોર્યો;
ઉર ઉપજી મતિ મંદ, નિજ પ્રભુ ગોકુલ નાહીં,
પ્રગટ તિત ગોપેંદ્ર, બલ્ય ૫કરી તબ બાંહી;
ફૂલ કીયે કાષ્ટ ચઢાયે, સુનત હરી બદી સાખી.
ગુષ્ટી બની સુન રાય, શુભ શંકર પ્રભુ રત્ય રાખી…૮૭
શંકરભાઈ સનોડીયા બ્રાહ્મણ હતા. અને કાશીમાં રહેતા. તે શ્રી ગોકુળ જોવા માટે આવ્યા. આજ કાલ વલ્લભ કુળમાં શ્રી ગોપેંદ્રલાલ પુરણ પુરુષોત્તમનું પ્રાગટ છે. એવી સર્વ સ્થળે વાત ચાલતી હતી. તે સાંભળી શંકરભાઈને વીચાર થયો કે તેની સાથે શાસ્ત્રાર્થ કરી તેને હરાવું તો મારી કીર્તી બહુ જ વધે, પોતે મહાન વિદ્વાન હતા. તે શ્રી ગોકુળ આવવા માટે નીકળ્યા અને મથુરાથી વહાણમાં બેઠા, બરાબર લગભગ વચમાં આવ્યા ત્યાં વહાણ બુડવા લાગ્યું. વહાણ ભાંગી ગયું અને શંકરભાઈ જલમાં ગોથા ખાવા લાગ્યા. મનથી ઘણાં જ પસ્તાવા લાગ્યા. તણાતા તણાતા પોતે કહેવા લાગ્યા છે શ્રી ગોપેંદ્રજી આપ પ્રભુ હો તો મને બચાવશો. વિગેરે ઘણી વીનતી કરવા લાગ્યા. અને દીન બની ગયા. તેની એવી વીનતી સાંભળી શ્રી ગોપેંદ્રજી ઘણાં ખુશી થઈ પ્રસન્ન થયા. આપે અંતરિક્ષથી શંકરભાઈને દર્શન આપ્યા અને શંકરભાઈનો હાથ પકડી લાકડાનું એક પાટીયું આપ્યું, અને આજ્ઞા કરી, તું ડર નહીં તું સુખેથી શ્રી ગોકુળ પહોંચીશ. ચીંતા કર નહીં.

એટલું સાંભળતા જ પાટીયું સડેડાટ કરતું ચાલી નીકળ્યું અને શંકરભાઈ જોતજોતામાં શ્રી ગોકુળ પહોંચી ગયા. ત્યાં જઈ શ્રી ઠાકુરના દર્શન કરી સાષ્ટાંગ દંડવત કર્યા અને વીનતી કરી જે દયાળુ મને આપનો દાસ બનાવો. શ્રી ગોપેંદ્રજીએ તેને નામ અને નિવેદન આપ્યું. શંકરભાઈની ઉપર પૂર્ણ કૃપા કરી, પ્રદેશમાં પણ સાથે જ જતા અને શ્રીજીની ટહેલ કરતા. તે ફરીથી કાશી ગયા જ નહીં. એવા પૂર્ણ કૃપાપાત્ર શંકરભાઈ પરમ ભગવદી થયાં. તેની કૃપાનો પાર નથી. તે ઉપર કુંડળીયો કહ્યો છે.
શંકર તાર્યો સેજમેં, જલમેં ડુબ્યો જાન
બીલખત બહો બીધ બાતહી, કાષ્ટ દીયો કરી યાન
કાષ્ટ દીયો કરી યાન, જાન પ્રભુ અપુની કઠીનાઈ
પૂરણ કળા પ્રવીણ, સમર શ્રી ગોપેંદ્રજી ગુંસાઈ,
કહેત કુશળ કર જોડ, જાન પ્રભુ અપુનો કીંકર
જલમેં ડુબ્યો જાન, સેજમેં તાર્યો શંકર
શ્લોક-તેલતિલક
સિંગાર કલા મધ્યચ, તૈલ અતિ પ્રિય ભવેત્
સ્વામિનિચ પ્રેમ પાત્રમ, વૈણી તૈલ સમારેભેત || ૧
પાત્ર પ્રેમ રુપસ્ય, તૈલ પુષ્ટિ રસ ભવેત |
એકતાં વૈષ્ણવ કુર્યાત, પ્રાણોમ રસ ગૃહણતામ્ || ૨
પશ્ચાત માલા લીપીત્યાચ, દ્વૈત ભાવો ન દશ્યતામાં |
રાસ મંડપ મધ્યમચ, લૌકીક ગતિ વજિત્યમ્ ||૩
જે શ્રી સ્વામીનીજીની વેણમાં તેલ સમારે છે (લગાડે છે) તે શ્રી સ્વામીનીજીનું અતિ પ્રેમનું પાત્ર બને છે, કારણ કે સીંગાર કલાનું મધ્યભૂત એવું તેલ શ્રી સ્વામીનીજીને અતિ પ્રિય છે. જ્યારે વૈષ્ણવ ઐક્યતા કરવાને માટે હાથથી તેલ ગ્રહણ કરે છે ત્યારે પાત્ર એ પ્રેમનું સ્વરૂપ અને તેલ એ પુષ્ટિ રસ બને છે. માલાને તેલ લીપન કર્યા (લગાડયા) પછી દ્વૈતભાવ દશ્યમાન થવો ન જોઈએ, એક્યતા બનાવી જોઈએ-કારણ કે રાસ મંડપની મધ્યમાં લૌકિક ગતિ વરજિત ત્યાગ કરવી જોઈએ.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply