|| શ્રી ગોપાલો જયતે ||
સામી ગીરીપુર શહેર, એક કોટરી આયે,
પાની પાહાન નિકાત, લટયો ગાંઉ લેહે પાયે;
બેઠે સરોવર પાળ પર, લોગુ ખાન લે જાયે,
પરત ઢરે સબ પાય, બાનક કુર બતાવે;
મીસ દરસકે મીંદ્ર, ગોપેંદ્ર પ્રભુકે આયો,
કાઢો ચોકકી અન્દ્ર, બચન કહે બિઠલાયો…૮૪
એક સન્યાસી ડુંગરપુર આવ્યો અને ગામની સામે એક કોટડી તળાવ ઉપર બાંધી ત્યાં રહેવા લાગ્યો. સ્ત્રીઓ જળ ભરવા તે તળાવ ઉપર આવતી. પોતે પણ ત્યાં જ બેઠક રાખતો. અને ગામના જે જે કોઈ આવે તેને ચમત્કાર બતાવતો. પોતાની આસુરી વિદ્યાના પ્રભાવે કરી જળ-અગ્ની વિગેરે અનેક પ્રકારના ચમત્કારો દેખાડી સહુને મોહ પમાડતો. ગામના લોકો તેને માટે ખાવાનું લઈ જતા.
એ મુજબ ગામના તમામ માણસો તેની પાસે આવવા લાગ્યા. ફક્ત રાજા-જસવંત રાઓળ પોતે આવતા નહીં તેથી સન્યાસીએ ગામના માણસોને પુછ્યું કે રાજા કેમ આવતો નથી ? તેથી ગામના લોકોએ કહ્યું કે રાજા તો વૈશ્નવ છે અને તેના ઠાકુરજી સિવાય કોઈને નમતા નથી. તેમ બીજા કોઈ પણ દેવને માનતા નથી. વળી સદાય તેમના ઠાકુરજીની સેવામાં જ રહે છે, અને તેમના ઠાકુરજી શ્રીગોપેંદ્રજી હાલમાં અહીં જ બીરાજે છે. એ સાંભળી સન્યાસીએ તેઓને કહ્યું કે આજે સાંજે આપણે ત્યાં જશું અને મારો પ્રભાવ રાજાના ઠાકુરજીને બતાવીશ. તમો પણ સાંજે મારી સાથે આવજો. સાંજના સમયે શ્રી ઠાકુરજી બેઠકમાં બીરાજે છે અને જસવંત રાઓળ તેમજ બીજા વૈષ્ણવોને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત સમજાવે છે. રાઓળજી પંખો કરે છે. ત્યાં સન્યાસી આવીને ઉભો રહ્યો પણ આપશ્રી તો પુષ્ટિ મારગના સિદ્ધાંતના રહસ્યમાં નિમગ્ન હતા અને વૈષ્ણવોને નિમગ્ન કરતા હતા. થોડી વાર પછી આપે દ્રષ્ટી કરી કહ્યું બેસો! સન્યાસી શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપને વિચારી-ઓળખી શક્યો નહીં.
રાજીત રાય ગોપેંદ્ર જસવંત સન્મુખ બેઠે,
બેઠે નિજજન બહોત, પુછન લાગ્યો યહન પેઠે;
અતીત અતી અકુલાત કરામત કછુક દેખાઉં,
પ્રભુ એહી મનકી પ્રાંત, લેત નવાકો નાઉં;
ઉપાસન ઈન કીયે જોકતે, પરી નહીં પહચાન,
ડૂબ્યો જળ ચલ ચહોંકતે, રાખ્યો પીયુ જીઉં જાન…૮૫
અતીત-સન્યાસી મનમાં ઘણો મુંઝાવા લાગ્યો. તેના મનને થયું કંઈક કરામત દેખાડું. તેના મનની વાત જાણી શ્રી ગોપેંદ્રજી હસીને કહેવા લાગ્યા. જે કાંઈક ખેલ બતાવો. ત્યારે સન્યાસીએ જળનો પ્રભાવ વિસ્તાર્યો. પોતે ઘણી મહેનત કરી પણ કાંઈ ચાલ્યું નહીં તેથી પોકાર પાડીને કહેવા લાગ્યો કે હે પ્રભુ ! મને બચાવો.
શ્રી ગોપેંદ્રજીએ તેની તરફ દ્રષ્ટિ કરી ત્યારે ત્યાં કાંઈ પણ રહ્યું નહીં, ફક્ત વૈષ્ણવો અને રાઓળજી શ્રી ઠાકુરજી પાસે બેઠાં છે અને ભગવદ પ્રસંગ સાંભળે છે. વૈશ્નવો પણ તેને તણાતો જોઈ આશ્ચર્ય પામ્યા. એવો પ્રગટ પ્રતાપ શ્રી ગોપેંદ્રજીનો જોઈ સન્યાસીએ વીનતી કરી જે મને શરણે લીઓ. અને ઉઠી શ્રી ગોપેંદ્રજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા અને ભગવા લુગડા તથા દંડ-કમંડલ ફેંકી દીધા. તે નાહીને આવ્યો. ત્યારે શ્રી ઠાકુરજીએ તેને નામ નીવેદન આપ્યું. અને તે સન્યાસીને ડુંગરપુરની હવેલીમાં ડેલીની ચોકી કરવા રાખ્યો. તેથી સન્યાસી ચોકીદારની સેવા કરવા લાગ્યો. અને એક પાતળ મળે તે પ્રસાદ લઈ અષ્ટ પહોર શ્રી ઠાકુરજીના સમરણ ધ્યાનમાં ગુજારતો એવો એ કૃપાપાત્ર થયો, તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||