|| શ્રી ગોપાલો જયતે ||
બિરક્ત ભાવ વિવેક, દેશ સબનમોં ડોલે,
તન પ્રત પીયુ પન ટેક, બચન ગુના મુખ બોલે;
કરત હબેજી કાજ, જેહી ગાઉનમેં જાવે,
કર શુભ દીવ્ય કમાજ, લીએ નિજ દાસ લેવાવે;
કલુ હરી દાસીકો કરી, યા ગત્ય કોઉ ન આંટે,
જીત મંડપ તીત જાત, બીરી આપસું બાટે.…૭૬
કલુ-હરીદાસ બંને જ્ઞાતે સોની વાણીયા વૈશ્નવ હતા. અને શ્રી ગોપેંદ્રજીના અટંકા સેવક હતા. શ્રી ગોપેંદ્રજીના સેવક થયા ત્યારે પોતાનું સર્વસ્વ અરપણ કરી દીધું અને પોતાને વિરક્ત ભાવ ઉત્પન્ન થયો, તેણે શ્રી ઠાકોરજી પાસે વીનતી કરી તેથી આપશ્રીએ તેનો વિરક્ત ભાવ કાયમ રહે એવી કૃપા કરી ઉપરણો ઓઢાડયો. ત્યાર પછી હરીદાસ વૈષ્ણવોમાં ફરતા અને પોતાની ઇચ્છા આવે એટલી રસોઈ જે ગામમાં જતા ત્યાં રહેતા, બાલબચ્ચાઓને ઉપદેશ આપતા અને જેને ઘેર પ્રસાદ લેવાનું હોય તેના ઘરની બુહારી તેમજ બીજી કાંઇ પણ ટેહેલ કરતા જ્યાં મંડપ હોય ત્યાં પોતે જતા અને પોતાથી બનતી સેવા કરતા મંડપમાં જેટલી પાતળ હોય તેને બીડી પોતેજ વાંટતા તેના ઉપર શ્રી ગોપેંદ્રજીની પૂર્ણ કૃપા હતી તેથી સુક્ષ્મ પ્રસાદમાંથી અઢળક થતો. ગમે તેટલું જુથ પધારેલ હોય તો પણ બીડી જેટલી શ્રી ઠાકોરજીને ધરી હોય તેટલી જ વધતી. સર્વેને પહોંચાડયા સિવાય પોતે લેતા નહીં એવી શ્રી ઠાકોરજીની તેમના પર કૃપા હતી. પોતે કાંઈ પણ ધાતુનું પાત્ર પોતાની પાસે રાખતા નહીં અને ખાસા તથા સેવકી માટે તુંબડા રાખતા એવો શુદ્ધ વિરક્ત ભાવ તેનામાં હતો. તેની એવી ટેક શ્રી ઠાકોરજીએ જીંદગીપર્યત પાળી. એ એવા કૃપાપાત્ર હતા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને હસમુખ હિંડોચા(રાજકોટ)ના જય ગોપાલ ||
Leave a Reply