|| શ્રી ગોપાલો જયતે ||
મોરચંદ મધ્ય ગુન ગાવા, ભર ભ્રત જન ઉર ભારી,
સેવક જેને સુખદાય, તીન પ્રભુ રત વીસ્તારી;
શરન ગોપેંદ્ર સહાય, પયો ઈન પદ પ્રાપત પ્રેમ,
ધ્યાન મંડપપે ધાય, નિજજન પીય મન નેમ;
પાતલ સીબહે પ્રીત કર, કલ્યાણદાસ કર સાર,
દેતે છીકયો નીજ દાસ સબ, પાછે આપ પ્રકાર…૭૫
કલ્યાણદાસ જ્ઞાતે શ્રીમાળી વાણીયા વૈષ્ણવ મોરચંદ ગામે નીવાસી હતા. તે શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેને પ્રક્ટ સ્વરૂપનો ભર ઘણો હતો અને તે શ્રી ગોપેંદ્રજીના અટંકા સેવક હતા. તેને પ્રગટ સ્વરૂપનો ભર ઘણો હતો. અને શ્રી ગોપેંદ્રજી ભગવદી હૃદયમાં બીરાજે છે માટે તેવા ભગવદી સ્વરૂપને મારે ઘેર પધરાવી સમાધાન કરૂં તો ઠીક પછી મંડપ કરી વૈષ્ણવને પધરાવ્યા અને શ્રી ગોપેંદ્રજીએ સુક્ષ્મ સામગ્રીમાંથી અઢળક સામગ્રી પોતાની ઇચ્છાથી કરી અને કલ્યાણભાઇએ પ્રેમે કરી પ્રસન્નતાથી વૈષ્ણવોને ખુબ પ્રસાદ લેવરાવ્યા અને પોતે મહામગ્ન થયા અને તે સદા ભગવદીનું જ ધ્યાન ધરતા. એ કલ્યાણદાસ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જસ્મીનબેન સોલંકી(જામનગર)ના જય ગોપાલ ||
Leave a Reply