|| શ્રી ગોપાલો જયતે ||
ઢોલક ઝાંઝ નગારે નોબત, ગાન ગુના રસ ગેહેકે,
તાલ પખાવજ ભેરી નફેરી, સેનાઈ સુર ટહેકે;
સ્ત્રી જન કલશ લીયે શીર સુંદર, ધોળ મંગળ મુખ ગાએ,
સુ બીબીધ શીહોર શહેર, ગોપેંદ્ર પીયુ પધરાએ;
રાઓલ રતન સંગકે, આનંદ અંગ અપાર,
કૃપા કરી કરૂણાલ રહે, દન દસલો દરબાર…૭૩
રતન રાવળ સીહોરના ક્ષત્રીય રાજા વૈશ્નવ શ્રી ગોપાલલાલના સેવક હતા. તે સીહોરના રાણી પરમ ભગવદી મેઘાજીબાના પુત્ર હતા. શ્રી ગોપેંદ્રજી પધાર્યા ત્યારે બે ગાઉ છેટેથી સામૈયું કરી શહેરમાં પધરાવ્યા હતા. સ્ત્રીઓએ સુવર્ણ કળશ શીર પર ધારણ કરેલ છે, અને ધોળ મંગળ ગાય છે. સમાજમાં નિજજન ઝાંઝ મૃદંગ બજાવે છે. સીહોરના સમસ્ત નાગરીકો સામૈયા કરી ઘણા જ વૈભવ-ઠાઠ માઠથી શ્રી ઠાકુરજીને શહેરમાં પધરાવ્યા. રતન રાવળના બાલગોપાલ સરવેને શ્રી ગોપેંદ્રજીએ નામ અને નીવેદન આપ્યું તથા ગામમાંથી પણ ઘણાને શરણે લીધા. ભેટ ઘણી જ થઈ, રતન રાવળે સુવર્ણ માલા, કડા રત્નજડીત ભેટ કર્યા. આપશ્રી ઘણી જ કૃપા કરી દસ દીવસ ત્યાં બીરાજયા એવા પરમ કૃપાપાત્ર ભગવદી રતન રાવળ હતા, તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply