|| શ્રી ગોપાલો જયતે ||
લાખનકે રચ્ય ડોલ, પ્રાનનકે પ્રતીપાલ,
સંમાન કીયો જન શોક, વહે તબ ડેઢ હજાર,
ધન સોંધા સુભગ, ગુલાલ ફેલી રેલ કુલે લે,
પ્રગટ ગોપેંદ્ર કૃપાલ, ખેલે જન રંગ રેલે,
મોરાર મનકી ખેલ્યા કહી, પ્રભુપે બચન પ્રકાશ,
કહ્યો એહી અનંત ભઇ, દીયે દપટ લે દાસ…૭૨
મોરારદાસ જ્ઞાતે આગ્યાસણા મોઢ બ્રાહ્મણ વૈશ્નવ હતા. લાખણકા ગામે નિવાસી હતા. તે શ્રી ગોપેંદ્રજીના પણધારી સેવક હતા. તેને મનમાં એવી ઇચ્છા થઇ જે શ્રી ગોપેંદ્રજીને સદેહે ડોલ ઝુલાવીએ. શ્રી ઠાકુરજીએ એક ડોલ ઓચ્છવ લાખણકા કર્યો હતો અને બીજી સાલ એક સેંદડા કર્યો હતો. ડોલ ઓચ્છવને આડો દોઢ માસ હતો ત્યારે આપ શ્રી અમદાવાદમાં રૈયા પારેખને ત્યાં બીરાજતા હતા. ત્યાં સેંદરડેથી મોરારદાસ તથા બીજા કણબી વૈશ્નવ ગોહેલવાડી સવા પટેલ તથા સુરાણી દેવરાજ પટેલ વિગેરે પાંત્રીશ વૈષ્ણવો અમદાવાદ આવ્યા અને શ્રી ગોપેંદ્રજીને વીનતી કરી જે કૃપાનાથ ડોલ ઓચ્છવ ગોહેલ વાડમાં સેંદરડે કરવા પધારો. ત્યારે આપશ્રીએ પ્રસન્નતાથી વીનતી સ્વીકારી. પછી મોરારદાસ તથા સવા પટેલે તેમજ બીજા અનેક સ્થળે પત્રીકાઓ લખી. સરવે જુથને પધરાવ્યું. વૈષ્ણવનું જુથ દોઢ હજાર ભેગું થયું અને શ્રી ગોપાલલાલે પોતાના કર કમલ પડ વાવ્યા હતા તેની નીચે આપશ્રીએ ગોપેન્દ્રજી ડોલ ઝુલ્યા. મહામત ખેલ મચ્યો અને મોરારદાસ તથા સવા પટેલને મનોરથ પુરણ કર્યો સવા પટેલના વંશના સવાણી કહેવાય છે તે શ્રી ગોપેંદ્રજીના સેવક હજી છે. મોરારદાસ એવા પરમ કૃપાપાત્ર ભગવદી હતા. તેની કૃપાનો પાર નથી
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply