|| શ્રી ગોપાલો જયતે ||
ધસ્યે સ્વપ્ન આધીન, સેવકકે સુખ કારી,
દરસ પંચાસીયા દીન, ગોપેંંદ્ર બડે ગુનધારી;
સામૈયા સજ કીન, સિધ્યા સજ્ય સિવારે,
સકલ સનમાન સું લીન, થેલા બહાર્ય થારે;
દાસ જન સનમુખ થાય, પ્રેમ ભક્તિ પહચાને,
રૂન ઝુનતે રથ આય, કવી મુખ કહા બખાને…૭૧
નવરંગાદે બાઈ જ્ઞાતે ઔદીચ બ્રાહ્મણ વૈષ્ણવ હતા, પંચાસીયા ગામે નિવાસી હતા. શ્રી ગોપેંદ્રજીના અનીન અને અટંકા સેવક હતા. તેમના માથે આપશ્રીએ હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા તે તેમને સાનુભાવ હતા.
એક દિવસ રાત્રે ભગવદગુષ્ટ કરી સુતા ત્યારે નવરંગાદબાઈને સ્વપ્નામાં શ્રી ગોપેંદ્રજીએ દરશન આપ્યા અને કહ્યું કે હું તમારે ઘરે આવું છું. માટે સામગ્રી તૈયારી કરો અને સામૈયા કરો એ મુજબ દરશન કરી પોતે જાગ્યા. ઘરના સરવે વૈષ્ણવોને જગાડયા અને સ્વપ્નાની વાત કહી દેખાડી સવારે વૈષ્ણવોને કેણ કહેરાવ્યું કે શ્રી ગોપેંદ્રજી પધારે છે માટે સામૈયામાં ચાલો અને પ્રસાદ લેવાનું પણ આજે સરવે વૈષ્ણવોને નવરંગાદે બાઇને ત્યાં છે. પછી સામગ્રી થેલા તૈયાર કરી ગાડામાં ભરી સરવે જુથ સામૈયા કરવા નીકળ્યા એ વખતે શ્રી ગોપેંદ્રજી આપ તો ડુંગરપુરમાં બીરાજે છે, પણ પોતાના ભગવદીનો ભાવ જોઈ પ્રેમ ભક્તિને આધિન એવા શ્રી ગોપેંદ્રજીએ પંચાસીએથી એક ગાઉ છેટે સરવે વૈષ્ણવો જુએ છે એમ આકાશમાંથી રૂમઝુમ કરતી વેલ ઉતરી આવે છે અને પોતાના અંતરીક્ષ જુથ સહીત વૈશ્નવ વૃંદને દરશન આપ્યા અને સામગ્રી તૈયાર કરી આ૫ તથા સરવે વૈશ્નવોએ ત્યાં જ પ્રસાદ લીધા. પછી ત્યાંથી આપ પધારી ગયા અને વૈશ્નવો ગામમાં પાછા આવ્યા. એ નવરંગાદે બાઈ એવા પરમ કૃપાપાત્ર હતા. તેમનું સ્વપ્ન પણ તેની સાચી દ્રઢતાથી શ્રી ઠાકુરજીને સાચું કરવું પડયું અને પોતે પધાર્યા. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||