|| શ્રી ગોપાલો જયતે ||

સેરઠ ઘર શ્રી ગોપેંદ્ર, પદધા પ્રભુ બ્રજતે,
નિજજન અતી આનંદ, ગહેક મહા ગુન ગ્રજતે,
લીલા લલીત રસાલ, લતીપુરીયા લખે લાવે,
જીત જીત જાત કૃપાલ, તીત તીત સંગ સુહાવે,
અનુભવ એહિ આશ, રહ્યો સદા સંગ નેરો,
મન શુદ્ધ મોહનદાસ, શ્રીજી કહે મુખ મેરો…૬૭

મોનદાસ જ્ઞાતે વાણીયા વૈશ્નવ હતા. શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. લતીપુર ગામે નિવાસી હતા તેમણે શ્રી ગોપેંદ્રજીને પોતાને ઘેર પધરાવી સર્વ સમરપણ કરી દીધું હતું એવા અનીન અને અટંકા હતા. પોતે પોતાના ઘરના બાલ ગોપાલ સહીત શ્રી ગોપેંદ્રજીની ટહેલ કરતા હતા. વળી પરદેશમાં પણ સાથે ફરતા અને લહીઆનું કામ કરતાં હતા તથા કિરતન કરતા પણ શ્રી ગોપેંદ્રજી પાસે જ ગાતા અને આપશ્રી શ્રી ગોપેંદ્રજી જે જે ગામ પધારતા ત્યાં જે જે લીલા ચરીત્ર કરતા તે સરવે લખતા. શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપનો ભર તેમને ઘણો હતો અને શ્રી ગોપેંદ્રજીએ શ્રી મુખે વૈશ્નવના વૃંદની સમક્ષ આજ્ઞા કરી હતી. જે મોનદાસ છે તે મારા નેત્ર છે તેવી કૃપા આપશ્રીએ કરી હતી. એવા પરમ કૃપાપાત્ર મોનદાસ હતા. શ્રી ગોપેંદ્રજીએ કહ્યું તે ‘મોહન તું તો મારો છે’ તેની કૃપાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *