|| શ્રી ગોપાલો જયતે ||
નાગલ ખેરે નાથ, પ્રગટ પાઓ ધારે,
શરન સમરપન સાથ, અપર એક ઓધારે,
દીને દાન ઓગાર, કૃપાસુ બાની કીને,
બોલ્યો મુખ તેહિ બાર, ગુન કનર બચન રસ ભીને,
ઘર આયે ગોપેંદ્ર, ગુન કનર તબ ગાયો,
પ્રાપત પુરણાનંદ પ્રિત સદા સંગ પાયો…૬૩
કાનદાસ જ્ઞાતે ચારણ હતા અને નાગલપરામાં રહેતા. એક સમય શ્રી ગોપેંદ્રજી નાગલપરે પધાર્યા. ગામમાં ચારણની વસ્તી ઘણી હતી ચારણોએ ભેળા થઈ વિચાર કર્યો કે શ્રી ગોપેંદ્રજી સાક્ષાત ઈશ્વર હશે તો આ કાનડ જન્મથી મુંગો અને બહેરો છે તેને બોલતો કરશે તો ઇશ્વર ખરા. જો બોલતો ન કરે તો કોઇએ નમવું નહીં એવો વિચાર કરી સરવે રસ્તામાં ભેળા થઈને બેઠા. શ્રી ગોપેંદ્રજી બદુ ઘોડી ઉપર બીરાજે છે, વૈશ્નવનું જુથ આગળ કીરતન કરે છે તેવી રીતે આપ નાગલપરમાં પધારે છે. ત્યાં એક ચારણે આવી ઘોડીની લગામ પકડી. અને વીનતી કરી, જે આ કાનડ જન્મમુંગો છે અને આપ સાક્ષાત ઈશ્વર છો તો એની ઉપર દયા કરો. એ વખતે આપશ્રી તાંબુલ (પાનની
બીડી) આરોગતા હતા. આપશ્રીએ કહ્યું છે તો તેનું મોઢું ઉઘાડો. તેથી કાનડનું મોઢુંં ઉઘાડયું અને આપશ્રીએ બીડીનો ઓગાળ તેના મુખમાં આપ્યો અને તેની ઉપર કૃપાદ્રષ્ટી કરી તુરત જ કાનડ કીર્તન બોલ્યો. આજ મારે નીલા નીલા દાડા પછી ગામમાં પધરાવી ગયા. ગામના સરવે ચારણો શ્રી ગોપેંદ્રજીના સેવક થયા. એ કાનજીભાઇએ ઘણા નવા પદ શ્રી ગોપેંદ્રજીના બનાવ્યા છે એવા પૂર્ણ કૃપાપાત્ર થયા, તેની કૃપા અપાર છે.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply