|| શ્રી ગોપાલો જયતે ||
દરજી નિજજન દાસ મંડલીકપુર મધ્ય માતો,
ગાન ગુના ગોપેંદ્રકે, રેન દના રંગ રાતો;
માંટ બદર બીચ ચોધરી, અન્ય સીવન બોલાયે,
અન્ય દેવન મઠ દેખ્ય, પદ પાછે બગદાયે;
પટેલ કહ્યોજુ કયું ફરે, તબ સન્મુખ પંચા મંડયો,
જુતીયા માર્યો કીચમોં, પ્રસદ પ્રરહે દંડયો…૬૨
હરીદાસ (પાંચાભાઇ) દરજી વૈષ્ણવ હતા. મંડલીકપુરના નીવાસી હતા. શ્રી ગોપેંદ્રજીના અનીન સેવક હતા. શ્રી ગોપેંદ્રજી સીવાય બીજું નામ કદી પણ લેતા નહીં. એક દિવસ તે ગામના પટેલે પોતાને ઘેર સીવવા માટે બોલાવ્યા અને પોતાની માતાની મઢ સામે સીવવા માટે પાથરણું પાથર્યું. હરીદાસ પટેલને ઘેર આવ્યા, અને જેવો ડેલીમાં પગ દીધો જે તુરત જ ચાલ્યા કારણ જે સામે માતાનાં ફળા-ત્રીશુળ વીગેરે હતાં. તેની સામે બેસી સીવે તો અનાશ્રય થાય આવો ભાવ એના હૃદયમાં હતો. પટેલે કહ્યું જે પાછા કેમ જાવ છો. ત્યારે હરીદાસે પટેલને પગમાંથી જુતીયા-પગરખું કાઢીને માર્યું અને કહ્યું તારે મને અનાશ્રય કરાવવો છે કે શું ? તેથી પટેલ વિચારમાં પડી ગયા, તેની એવી ભક્તિ જોઇ મનમાં ઘણો ખુશી થયો અને વીનતી કરી કે મને વૈષ્ણવ કરો. હરીદાસભાઇએ તેની વીનતી સાંભળી ઘણી કૃપા કીધી. તેમને શ્રી ગોપેંદ્રજીના સેવક કરાવ્યા. ફળાં ત્રીશુળ વગેરે જે હતું તે કૂવામાં નાખી દીધું એવા પરમ કૃપાપાત્ર હરીદાસ ભાઇ હતા. તેના સંગથી પટેલ તથા તેમના કુટુંબી સરવે વૈશ્નવ થયા. તેમની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply