|| શ્રી ગોપાલો જયતે ||
અહોનિશ અંગ આહલાદ, સજ્ય શ્રીજીકુ અરૂ ગાવે,
પાછે લેત પ્રસાદ, એકે નિજજન જબ આવે;
નિરબલ ઘરકી નીપટ, વામકર ખોટ સુચરખી બાહે,
ઝારત પરકી સાર ઝપટ, સબ ટહેલ અંગોતી સાહે
શુભ સેવા નિજ નાઉ, ગોપેન્દ્રગુુુના પદ પાઇ,
ધોરાજી મધ્ય ધાઉં, લલીત લીલાદે લ્યાઇ…૬૧
લીલાદે બાઇ ખડાયતા વાણીયા વૈશ્નવ હતા અને ધોરાજી ગામમાં રહેતા, તે શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેને માથે શ્રીગોપેંદ્રજીની વસ્ત્ર સેવા બીરાજતી હતી. તે તેમને સાનુભાવ હતા. ઘરમાં પોતે એકલા જ હતાં અને એક હાથે ખોડ હતી. સ્થિતિ ઘણી જ દુર્બળ હતી. તેથી લીલાદે બાઈ સાળ ખાંડી પોતાનો નિર્વાહ ચલાવતા. છતાં એક વૈશ્નવને પ્રસાદ લેવરાવી પોતે લેતા. ગામમાં જે કોઈ વૈષ્ણવ આવે તે લીલાદે બાઈને ઘેર જે ગોપાળ કરવા જાય. ત્યારે ઉત્તમ સામગ્રી કરી શ્રી ઠાકુરજીને ધરી તે વૈશ્નવને પ્રસાદ લેવરાવતા. આતો કણકા બાટીનો પ્રસાદ છે તે લીઓ તે લેવરાવીનેજ ઉઠવા દેતા એવો ભાવ વૈશ્નવ ઉપર તેમને હતો. એવા પરમ કૃપાવંત લીલાદે બાઇ હતા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply