|| શ્રી ગોપાલો જયતે ||
ગોકુલ ચોકી ગાઉં, મંડપ ચૌદસી કીને,
ઠાઠ મીલે તેરી ઠાઉં, ભૃૃૃત્ત્યજન મહારંગ ભીને,
ભાંત્ય કીનુકગઢ ભમતિ અસુર કટક કર આયે;
અચાનક વહે મેઘ અપરમીત ઝર્ય કટકી ઝપટાયે,
પંચ દિવસ મેલાપ મચ્ય, પ્રસાદ ઓટ પરપુર;
સેવકકી પ્રભુ સાહી સચ્ય દુષ્ટી મિટાયે દુર…૬૦
ગોકુલદાસ જ્ઞાતે કંસારા વૈષ્ણવ હતા અને તેમના સંગી ભાઈ કલબાઇ તે જ્ઞાતે સોની વૈશ્નવ હતા. શ્રી ચોકી ગામે નિવાસ હતા. શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમના માથે શ્રી ગોપેંદ્રજીના હસ્તાક્ષર બીરાજતા. શ્રી સેવ્ય ઠાકુરજી તેમને સાનુભાવ હતા, તેની પાસે દ્રવ્ય ઘણું જ હતું તે મંડપ તથા ખેલ કરી ભગવદ્ ભોગ કરતા. તેમણે મંડપ ચતુરદાસીનો કર્યો. ઘણા જ ગામ પત્રીકા લખી વૈષ્ણવોને પધરાવ્યા અને પંગત કરી પ્રસાદ લેવરાવ્યા. એવો અથાગ ભાવ પ્રગટ સ્વરૂપ ઉપર હતો. એ વખતે જુનાગઢના નવાબને કોઇએ કહ્યું જે ગોકળ પાસે પૈસો ઘણો છે અને ગોકુળના કનૈયાને પધરાવી ખરચી નાખે છે. અને આપણે રાજમાં પૈસાની તંગી છે. માટે તેની પાસેથી પૈસા લઈ લીઓ. તેથી બાદશાહ પોતાની ફોજ લઈને ચોકી પર ચડયો પણ સેવકની સહાય કરતા એવા શ્રી ગોપેંદ્રજી સુતા. શ્રી જમુનેશ પ્રભુએ ઇંદ્રને આજ્ઞા આપી તે જ વખતે રસ્તામાં મહા ભયંકર વરસાદ થયો અને ઉદ્દઘટ પવન ઉપડ્યો. બાદશાહનું લશ્કર છીન્ન ભીન્ન થઈ ગયું. બાદશાહ તથા તેનો હાથી પુરમાં તણાયા. ત્યારે બાદશાહે ગોકલભાઇનું સ્મરણ કર્યું જો તમે આમાંથી ઉગારશો તો તમારો દાસ થઈને રહીશ. તેથી બાદશાદ તથા તેનો હાથી મજેવડીના પાદરમાં નીકળ્યા. ચોકીમાં મેળાપ પાંચ દીવસનો રહ્યો. પછી બાદશાહ ચોકી ગયા અને ગોકળભાઇનાં પગમાં પડયા ત્યારથી બાદશાહ શ્રી ગોપેંદ્રજીના સેવકનું અત્યંત માન રાખતા એવા પરમ કૃપાપાત્ર ગોકળભાઇ તથા કલબાઈ હતા તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply