|| શ્રી ગોપાલો જયતે ||
સગી બાકે સદન, સેવન સુત ગોપાલ,
ભોજન જલ માંગ્ય બદન, પ્રભુ જનકે મન પ્રતિપાલ;
તત્પર પીયુકે પાઉ, રહેત સમે સબ રંગી,
બીશ્નુંજન બિસરાઉં; સોહત યાહી સંગી,
દ્વારે દાસન લેહે લાગી, ગુન ગુષ્ટ બહો બિસ્તારી,
સુમગ્ન રોટી કરત સગી, સપ્ત તવી પર ડારી…૫૯
સગીબાઇ ઓસે ગામ રહેતા, જ્ઞાતે ભાટીયા વૈષ્ણવ હતા. પોતે એકલા જ હતા. શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદ તેમના માથે બીરાજતા, તે તેમને સાનુભાવ હતા. સગીબાઇને એવી ટેક હતી કે હંમેશા એક વૈશ્નવને પ્રસાદ લેવરાવીને પોતે લેતા. સ્થિતિ ઘણી જ દુર્બલ હતી. જ્યારે રેંટીયો કાંતવા બેસતા ત્યારે શ્રી ઠાકુરજી સન્મુખ આવીને ભગવદગુષ્ટી કરતા. સગીબાઇ પુણીની ગાદી કરી આપતા તેમના ઉપર શ્રી ઠાકુરજી બીરાજતા. પ્રભુએ તેની ટેક દેહ રહી ત્યાં સુધી પાળી. એક દિવસ ગામમાં વૈષ્ણવો આવેલા તે સગીબાઈને ત્યાં દરશન કરવા આવ્યા. એ વખતે સગીબાઈ સામગ્રી કરતા હતા. આવેલા વૈશ્નવ સાથે ભગવદ્દ વાર્તાનો પ્રસંગ ચાલ્યો. તે ભગવદ્ગષ્ટના આવેશમાં સાત રોટી સગીબાઈએ ઉપરા ઉપર નાખી દીધી એવી તેની ભગવદ્ગષ્ટમાં તન્મયતા હતી. તેની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||