|| શ્રી ગોપાલો જયતે ||
જન દીહોર ધર જાન, મધ્ય બ્રાહ્મન શુભ મોઢા,
અનીનતા ચિત આન, પ્રકાશ પ્રભુ જશ પ્રોઢા,
સુનાયે પ્રજ દેશ સબ, ગુન જપે મુખ ગોપાલ,
પતિવૃતા પન પયો તબ, બોલે બચન બીશાલ;
ગોપાલભા શુભ ગુન ગુંઝે, દલ લહ્યો લખમીદાસ,
ભર લીલા ગોપાલ ભને, પ્રેમ ભર્યો પ્રકાશ….૬
ગોપાલદાસ દીહોર ગામના રહીશ મોઢ બ્રાહ્મણ હતા. અને શ્રી ગોપાલલાલના સેવક હતા. તે સેંદરડાવાળા મોરારદાસના દીકરા હતા. તેના ચિત્તમાં અનીનતા દ્રઢતા હતી અને શ્રી ઠાકુરજીના જશમાં ગુલતાન બની જતા. વ્રજમાં સઘળે શ્રી ગોપાલલાલના ગુણ સાંભળી આવ્યા પછી એ જ ઉચ્ચાર કરતા અને પતિવૃત્તાનું પણ રાખ્યું. શ્રી ગોપાલલાલની લીલાનો ભર ઉપજ્યો અને તેના ગુણનો ગુંજારવ કરતા. વળી પોતે શ્રી ગોપાલલાલના અષ્ટસખા ગણાતા વૃજમાં જઈને ઘણી વખત જમુનાપાન કર્યા. તેમના સંગી સેંદરડાના મોઢ વાણીયા વૈશ્વવ લક્ષ્મીદાસ હતા. તેથી ગોપાલદાસ પણ સેંદરડામાં રહેતા. તેમણે પોતાનું ધર, ધન સર્વસ્વ પ્રભુશ્રી ગોપાલલાલને અર્પણ કરી દીધું હતું અને વીરકત દશાથી સોરઠમાં ફરતા અને ઉપદેશ કરતા.
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
લેખન શ્રી હેમલભાઈ છત્રાલા દ્વારા
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||