|| રામદાસ અને રમાબાઈ ||

0
105

|| શ્રી ગોપાલો જયતે ||

આંગન જન જસ ગાય, પ્રગટદાસ શુભ પેખ્યે,
ટકો ટહેલ કરલાય, નત પ્રત ખેલ અનોખે;
પ્રફુલીત પ્રેમ પ્રકાશ, ભર ભાવત શુભ ભોંના,
દરસત અહોનિશ દાસ, સોહત રાસ સલોના;
ગોપેંદ્રગુના પદ પ્રીત, જન સેવા મન જાને,
રાસ રમા રસ રીત, બાની કહા બખાને….૫૫

એ બંને સ્ત્રી પુરૂષ હતા. જ્ઞાતે વાણીયા વૈષ્ણવ હતા અને ભેંસાણ ગામમાં રહેતા. તે શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમને ચરણારવીંદ પધરાવી આપ્યા હતા. તે સેવા તેઓ બંને ઘણા જ ભાવ સહીત કરતા હતા. તે તેમને સાનુભાવ હતા તેમને ભગવદી સ્વરૂપનો ઘણો જ ભર હતો. પોતાની પાસે જે દ્રવ્ય હતું તેમાંથી તેમણે મંડપ બાંધ્યો. તેમજ ખેલ મનોરથ કરી શ્રી ગોપેંદ્રજીને ઘણી જ ભેટ કરી, પોતાનો પૈસો અન્ય વિનીયોગમાં લેતા જ નહીં. ગામમાં જે કોઇ વૈશ્નવ આવે તેને પ્રસાદ પોતે જ લેવરાવતા. વળી પોતાને એવી ટેક હતી કે હંમેશાં એક વૈશ્નવને પ્રસાદ લેવરાવીને પછી જ પોતે લેતા. તેની ટેક શ્રી ઠાકુરજીએ નિભાવી તેમના સંગે કરી સુરાભાઈ પરમ ભગવદી થયા. તે એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેની વારતાનો પાર નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here