|| શ્રી ગોપાલો જયતે ||
ગુન ગાયો ગંભીર, બદત બધાઈ બહોતે,
ધર્મ સુધર્મ મન ધીર, પ્રેમ પદાંબુજ પહોતે;
પ્રગટ પ્રભુ ગોપેંદ્ર, હિરદે મુખ પ્રતિ હસહે,
અહોનીશ વહે આનંદ, બોલ સલોલ સુબસ હે;
મહા દશા મનમોદ કરી, તેહી રસ પાયો તબ તે,
વાણી રાય વિનોદકી, સુભગ સલોની સબતે…૪૯
વિનોદરાય જ્ઞાતે કાયસ્થ વૈશ્નવ હતા. જુનાગઢના નીવાસી હતા. તેને શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપ ઉપર પુર્ણ વીશ્વાસ-શ્રદ્ધા હતાં, તે સાક્ષાત પૂર્ણબ્રહ્મ પુરણાનંદ પુરૂષોત્તમ, સકળ કળા સંપૂર્ણ, રાશ વિહારી સ્વરૂપ જ છે તેવો તેને નેચળ ભાવ હતો, તે લોકીક વહેવાર છોડી, આઠે પોર સેવામાં જ ગાળતા અને પોતે શ્રી ગોપેંદ્રજીનો નવો જસ કહેતા. ભગવદી સ્વરૂપને ઓળખી લેતા અને તેને શ્રી ગોપેંદ્રજીનું જ સ્વરૂપ માનતા. હંમેશા પ્રસન્નતાથી રહેતા. તેમજ એક વૈશ્નવને પ્રસાદ લેવરાવીને પછી જ લેતા. વૈશ્નવ ન મળે તો પોતે પ્રસાદ લેતા નહીં એવા અનીન હતા.

સેવાનું ગમે તેવું કામ પોતે જાતે જ કરતા. પણ કોઇને સેવાનું કામ સોંપતા નહીં કે કહેતા પણ નહીં તેની તેવી ટેક શ્રી ઠાકુરજીએ છેવટ સુધી નિભાવી એવા કૃપાપાત્ર હતા. શ્રી ઠાકુરજી પ્રગટ થઈ તેની સાથે હસતા અને અહોનીશ આનંદમાં જ રહેતા. જ્યારથી પોતે શ્રી ઠાકુરજીના ચરણમાં પ્રેમ જોડયો ત્યારથી પોતે મહા દશામાં જ મગ્ન રહેતા. તેની વાણી સર્વને આનંદ ઉપજાવતી. વિનોદરાયની વાણી સુભગ અને સલુણી હતી. તેના ઉપર શ્રી ઠાકુરજીની કૃપાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply