|| શ્રી ગોપાલો જયતે ||
સુપંડીત બચન બીસાલ, ગ્રહીત જનમ ગુન ગ્રાગી,
પદ શુભ સુત ગોપાલ, રસના જસ અનુરાગી;
ધરી ચૌદશી તિથિ ધ્યાન, બોલ્યા બીબધ બંધાઈ,
દાન માન ગુન તાન, ગાજ, બાજ ગેહેક્ય ગાઇ,
બદત બ્રદાયક દાસ, સુમંગલાપુર દરસાવે,
ઉત્સવ જીત ઉલ્લાસ, રંછોર ધરી ધરી ગાવે..૪૭
રણછોડ પંડયા જ્ઞાતે પ્રશ્નોરા બ્રાહ્મણ વૈષ્ણવ હતા, અને માંગરોળ ગામના નિવાસી હતા. શ્રી ગોપેંદ્રજીના અનીન સેવક હતા. તેમણે નામ નિવેદન લીધું કે તુરંત જ વધાઈ ગાઇ, વળી પોતે એવી ટેક લીધી હતી કે ચતુરાદશી એક માસમાં બે આવે તે બંને પોતે ઓચ્છવ મનાવતા, અષ્ટ પ્રહર વધાઇનું ધ્યાન ધરતા, શ્રી ગોપેંદ્રજીએ પ્રસન્ન થઈ ચરણારવીંદ પધરાવી આપ્યા હતા. તેની સેવા કરતા હતા. તે તેમને સાનુભાવ જતાવતા. જ્યાં ખેલ-મંડપ હોય ત્યાં પોતે ગયા સીવાય રહેતા નહીં. પોતાની દેહ રહી ત્યાં સુધી ખેલ-મંડપના દરશન કરવાનું ચુક્યા જ નહીં અને ખેલ-મંડપમાં જઈ વધાઇનું ધ્યાન કરતા. તે શ્રી ઠાકુરજીના પૂર્ણ કૃપાપાત્ર હતા. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply