|| શ્રી ગોપાલો જયતે ||
ભગવદીયન ભર ભાવ, લલીત સુ લાવણ્ય લાયે,
શુભ જશ શ્રી ગોપેંદ્ર, ચીત સુ રૂચ ચરચાયે;
નેન ભરે નત નેહ, ગ્યાન ધોલ ગુન ગાયે,
દન પ્રત પ્રકુલીત દેહ, મન મધ્ય મહારસ પાયે,
દરસત બીહારીદાસ, બસ બાટઆ ગાંઉ સુવાસે,
પ્રકટે જ્ઞાન પ્રકાશ જસ, ભ્રત જન ગુન ઉર ભાસે…૪૪
બીહારીદાસ બાંટવા ગામે નિવાસી ગાંધર્વ વૈશ્નવ હતા. શ્રી ગોપેંદ્રજીના અનીન ઉપાસી હતા. વળી ગાવામાં ઘણા જ કુશળ હતા તેઓ શ્રી ગોપેંદ્રજી પાસે કીર્તન ગાવાની સેવા કરતા. પોતે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકુરજીને અરપણ કરી દીધું હતું અને કુટુંબ સહીત તેમની સાથેજ રહેતા, વળી અધિકારીનું કામ પણ પોતે કરતા. શ્રી ગોપેંદ્રજીના ઘણા જ નવા પદ બનાવ્યા છે અને ભગવદી સ્વરૂપને સાક્ષાત શ્રી ગોપેંદ્રજીનું સ્વરૂપ માનતા. એવા કૃપાપાત્ર હતા. જેણે લોકીક વહેવાર છોડી પોતાના પતિ શ્રી ગોપેંદ્રજીની સેવામાં દેહ ગાળી, તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||