|| શ્રી ગોપાલો જયતે ||
પુર છૈયા વ્રહે પ્રીત, રીત મહારસ રંગી,
હીરાંજી બહુ હેત, અહોનિશ અંગ ઉમંગી,
આંગન ગહેક અતોલ, ગાન ગુનરસ ગાજે,
સદનસું સેવ્ય સલોલ, રસીક ગોપેંદ્ર રાજે,
સમરત રૂકમીની સહેજ, એહ પીયા તીત આવે,
બહે બરનન કર્યું હેજ, ભર રૂકમની બર ભાવે…૪૩
બાઇ હીરાંજી પોરબંદરના રાણાના ઠકરાણા હતા. ક્ષત્રી વૈષ્ણવ શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તે પોતાનો લોકીક વહેવાર છોડી સાક્ષાત શ્રી ગોપેંદ્રજીની સેવામાં રહેતા અને લોકીકનું મુખ જોતાં નહીં તેવી ટેક હતી. શ્રી ગોપેંદ્રજીના ચરણારવીંદ તેમને માથે બીરાજતા. એ સેવ્ય ઠાકુરજી તેમને સાનુભાવ જતાવતા. શ્રી ગોપેંદ્રજી હીરાજીના હૃદયમાંથી ક્ષણ એક પણ અળગા થાતા નહીં, અને પોતાની ઇચ્છાથી આપ સેવનમાંથી પ્રગટ થઇ હીરાજી સાથે ભગવદ્ ગુષ્ટ કરતા એવી અનહદ કૃપા હીરાંજી ઉપર હતી. જેનું વર્ણન થઈ શકે તેમ નથી. તેની કૃપા અલોલ હતી. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply