|| શ્રી ગોપાલો જયતે ||
રૂપ છીકયે રાજેન્દ્ર, ગોપેંદ્ર કે ગુન ગાવે,
ભૃત્ય જન ભોમી પ્રભોમીતેં, મહોત્સવ મંડપ મિલાવે
સાક પાક સંજોગ, પતલી સબ જન પાવે,
રાગ રંગ રસ રૂ૫, ભેદ છંદ ભર ભાવે,
દાસ ભક્ત દરબારમોં, મંડપ ધારી મીંદ્ર,
ભાન કરન સરતાન, ગુન રૂપ છીકયે રાજેન્દ્ર…૪૨
ભાણ જેઠવા તથા કરણજી તથા સુરતાનજી પોરબંદરના રાણા હતા. જ્ઞાતે ક્ષત્રી વૈષ્ણવ હતા અને શ્રી ગોપેંદ્રજીના અનીન સેવક હતા. સર્વે રાજપાટ અરપણ કરી દાસભાવથી શ્રી ગોપેંદ્રજી તથા તેમના ભગવદીની સેવામાં તત્પર રહેતા. શ્રી ગોપેંદ્રજીના રૂપ-ગુણમાં અહોનીશ મગ્ન રહેતા. પોતે મોટો છઠનો મંડપ બાંધી વૈષ્ણવોને પધરાવ્યા હતા. દેશ પરદેશના વૈષ્ણવો અસંખ્ય પધાર્યા હતા. બધા વૈષ્ણવોને પ્રસાદ લેવરાવી પોતે ઘણું જ સનમાન કરતા અને શ્રી ઠાકુરજીના છંદ-પદ ગાતા અને ગવરાવતા. ભાન, કરન અને સરતાન એવા શ્રી ઠાકુરજીના ગુણરૂપમાં છકેલા હતા. શ્રી ઠાકુરજીને ઘણી ભેટ કરી એવા પરમ કૃપાપાત્ર હતા કે જેણે પોતનો લોકીક વહેવાર તથા રાજ્યપદનું અભિમાન છોડી અલોકીક વહેવાર કર્યો અને વૈષ્ણવોના દાસ થઇને રહ્યા. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||