|| શ્રી ગોપાલો જયતે ||
રંગ ગુન ગાંધી રાય, પ્રેમ પીયુ પદ પરસે,
પ્રીતમ ગુન મન પાય, બદન સુધારસ બરસે,
બોલ્યો બચન બિહાર, સુબગ વિવેકી સરસે,
આનંદ અંગ અપાર, દાયક સુખ મુખ દરસે;
લીલા સુત ગોપાલકી, જસ કૃશ્નો જન જાને,
બાનક બદન બીલાસકી, ધરે જીવન જન ધ્યાને….૪૧
કુંવરજી ગાંધી જ્ઞાતે સોરઠીયા વાણીયા વૈશ્નવ હતા. કુતીયાણે રહેતા અને શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમને માથે સેવા બીરાજતી તેમના સંગી ભટ કૃષ્ણદાસ હતા. કુંવરજી ગાંધી ભટ કૃષ્ણદાસને શ્રી ગોપંદ્રજીનું સ્વરૂપ માનતા. એવો પ્રકટ ભાવ તેમને ઉત્પન્ન થયો હતો શ્રી ગોપેંદ્રજીના ઘણા નવા પદ ગાંધીએ ગાયા છે. પોતે સદા આનંદમાં રહેતા અન્ય નામ કદી લેતા નહીં. ડોસાભાઇ કહે છે-હે મન ! જેવી રીતે કૃષ્ણદાસનું ધ્યાન ગાંધી કુંવરજીએ કર્યું તેવી રીતે જીવનદાસ જે પરમ કૃપાનીધી છે તેનું ધ્યાન કર જેના ધ્યાનથી સાક્ષાત અક્ષરાતીત જે શ્રી ગોપેંદ્રજી તેના ચરણારવીંદની પ્રાપ્તી થાય એવા પરમ કૃપાપાત્ર ગાંધી કુંવરજી હતા. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||