|| શ્રી ગોપાલો જયતે ||
ગડી ગોપેન્દ્ર ગુન ગાન, ભાવત પુર શુભ ભારી,
સુબાસ બસી શુભ જાન, પ્રીત પ્રભુ પ્રતિ પ્યારી,
ભ્રાજીત સેવન ભોન, અહોનિશ નિજજન આવે,
ચૌદશી ખેલ સલોન, પાતલ સબ શુભ પાવે;
કીરતન હીંચ કતોલ, બદત બબી જસ બાસ,
આનંદ નવલ અતોલ, પ્રસન સંબંધી પાસ…૪૦
બબીબાઇ પોરબંદર ગામના નીવાસી હતા અને રાણાના ઠકરાણા હતા. શ્રી ગોપેંદ્રજીના અનીન સેવક હતા અને તેમને માથે શ્રી ગોપેંદ્રજીનાં ચરણારવીંદ બીરાજતા. એક માસમાં બે ચતુરદાસી આવે, તે બંને દિવસ શ્રી ગોપેંદ્રજીનો જન્મોત્સવ પોતે મનાવતા અને સરવે વૈષ્ણવોને પ્રસાદ લેવરાવતા. તેમને સેવ્ય સ્વરૂપ સાનુભવ હતા અને જે સમયે આપને જે ઇચ્છા થાય તે સામગ્રી માગી લેતા. નવલભાઈ વાણીયા વૈશ્નવ બાબીબાઇના સંગી હતા. બબિબાઈ નવલભાઈને શ્રી ગોપેંદ્રજીનું સ્વરૂપ જ માનતા. વળી પોતે રાજાના ઠકરાણાપણાનું અભીમાન છોડી દઈ સમાજ તથા ભગવદ્ ગુષ્ટમાં છુટપટે બેસતા અને અષ્ટ પહોર સેવામાં નિર્ગમન કરતા. એવા પૂર્ણ કૃપાપાત્ર હતા. તેની વારતાનો પાર નથી.
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||