|| શ્રી ગોપાલો જયતે ||
નોતન પુરકો નાવ, બહ્યો બખા દીશ બાટે,
અનંત મહારૂત ઓય, ગયો ગેલ ઉઘાટે;
ઝટક્યો ઈત ઉત જાય, ભે ભારી ભન ભાગે,
અતી માનસ અકુલાય, લહેર ઝપટ અતી લાગે;
બેગે ચલો બ્રજરાય, લીલ નવલ લલકાર્યો,
સુર્ત સુની કર સહાય, આવત યાવ ઉગાર્યો…૩૯
લીલભાઇ તથા નવલભાઈ એ બન્ને ભાઈ વાણીઆ વૈશ્નવ હતા. પોરબંદર ગામના નીવાસી અને શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. તેમને બખામાં વેપાર હતો. તેથી પોરબંદરથી બખે વહાણમાં બેસીને જતા હતા. મધ્ય સમુદ્રમાં વહાણ ગયું અને મહાન તોફાન ઉપડયું. અતિશય વાવાઝોડું વાવા લાગ્યું, જલના મોટા મોટા મોજા વહાણની સાથે અથડાવા લાગ્યા. વહાણ અધર થઈને નીચે પછડાવા લાગ્યું, સુકાનીએ ઘણી મહેનત કરી પણ કાંઈ ઉપાય કામ ના લાગ્યો અને વહાણ બુડવાની તૈયારી થઈ, ત્યારે ખલાસીએ સરવેને કહ્યું જે સહુના ઈષ્ટ દેવને સંભારો-ધ્યાન ધરો, હવે આ તોફાનમાંથી બચી શકવાની આશા નથી. ત્યારે સરવે પોતપોતાના ઈષ્ટ દેવનું ધ્યાન સ્મરણ કરવા લાગ્યા પણ લીલભાઈ તથા નવલભાઇએ વીચાર કર્યો કે આ દેહ તો એક દિવસ પડવાનો છે જ તો પ્રભુને પરીશ્રમ શા માટે આપવો ! એ મુજબ વીચાર કરે છે, તેવામાં એક મોટું મોજું આવી વહાણ સાથે અથડાયું અને વહાણમાં પાણી ભરાયું અને ડુબવા લાગ્યું, તેવામાં બંને ભાઇના મુખમાંથી વાયક નીકળ્યું કે –
બેગે ચલો બ્રજરાય, લીલ નવલ લલકાર્યો
સુર્ત સુની કર સાય, આવત નાવ ઉગાર્યો.
વૃજના અધિષ્ઠાતા, કૃપાનિધિ ! જલદી પધારો. એટલા શબ્દ નીકળતાં જ કૃપાના સીંધુ, વૃજપતિ શ્રી ગોપેંદ્રજી પોતાના અંતરીક્ષ જૂથ સાથે ત્યાં પધાર્યા અને પોતાના નિજજનને દરશન આપ્યાં. બંને ભાઈ સાક્ષાત સ્વરૂપના દરશન કરી ઉચું જુએ ત્યાં તો વહાણ પોરબંદરના કાંઠે ઉભેલું છે. આટલો બધો પ્રતાપ જોઈ સાથેના કેટલાક મનુષ્યો વૈષ્ણવ થવા વીનતી કરવા લાગ્યા અને નવલભાઈ તથા લીલભાઈના પ્રતાપે કરી શ્રી ગોપેંદ્રજીને પોતાના હૃદયમાં પધરાવ્યા. પોતાના ભગવદી ઉપર દુઃખ પડે તે શ્રી ઠાકુરજી સહન કરી શકતા નથી, તેના
કહેવાની પણ વાટ જુએ નહી, એવા શ્રી ઠાકુરજી કૃપાળુ છે પોતાના ભક્તને ક્યારે પણ ઓછું આવવા દેતા નથી. તેની વારતાનો પાર નથી.
રાતે રોજ વીચારે આજ કર્યું મેં શું અહીંરે સુતા મનમહીં રે,
સેવા માટે આ તન દીધું, પ્રીતેથી મેં શું શું કીધું,
માતંગ મનનું માન ગયું છે કે નહીં રે રાતે…
(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply