|| શ્રી ગોપાલો જયતે ||
પુષ્ટિજન પ્રતીપાલ, ધર બ્રજને પદ ધાર્યે,
સુંદર સુત ગોપાલ, પ્રીત રીત પન પાર્યે,
શ્રી જન મનકી સુર્ત; કેશર નાથ નવાયે,
નીરખે પ્રીતમ નીર્ત; રૂ૫ રહી રસકાયે,
બિબિધ સુરંગ બીહાર, જન્મ દિવસ તીત જાને,
વહેજન ડેઢ હજાર, મહાલખમા સુખ માને.
જામ વીભાના ઠકરાણાના વડારણ બાઈ લખમાં હતા, જ્ઞાતે બ્રાહ્મણ વૈષ્ણવ હતા, અને શ્રી ગોપેંદ્રજીના સેવક હતા. શ્રી ગોપેંદ્રલાલ મહારાજ પોતાના અનેક સેવકોના જુથ સહીત જામનગર પધાર્યા હતા. આપે શ્રી ગોપાલલાલજીનો જન્મ મહોત્સવ જામનગરમાં કર્યો. બહારગામના વૈષ્ણવો પંદર સોના આશરે પધાર્યા હતા. અને આનંદ ઉત્સવ મહાન થઈ રહ્યો છે. બધા વૈષ્ણવો મળી શ્રી ઠાકુરજીને કેસરી સ્નાન કરાવતા હતા, તેવામાં બાઇ લખમાંને સાક્ષાત રાસના દરશન થયા અને મધ્યનાયક શ્રી ગોપેંદ્રજી બીરાજે છે તેવું દરશન થયું કે તુરતજ મૂર્છાગત થયાં અને બે ઘડી પછી શુદ્ધી આવી ત્યારે સર્વ વૈષ્ણવોએ પૂછયું જે કંઈ લીલનું દર્શન થયું ? ત્યારે બાઈ લખમાએ જેવાં દર્શન પોતાને થયાં હતાં તે સર્વ બરનન કરી દેખાડયું જે સાક્ષાત જૂથને વીશે મધ્યનાયક શ્રી ગોપેંદ્રજી ખેલે છે, તેવું દર્શન અને તમારી કૃપાથી થયું ત્યારથી બાઇ લખમાએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું અને પોતે શ્રી ગોપેંદ્રજી તથા વહુજી મહારાજની ટહેલમાં રહ્યા અને અંતે પ્રભુચરણની ટહેલમાં વાસ કર્યો. એવા પુરણ કૃપાપાત્ર બાઈ લખમા હતા તેની વારતાનો પાર નથી.
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply