|| શ્રી ગોપાલો જયતે ||
બેઠે ગોદ ગોપાલકી, ચિત કમલાવતી ચોર્યો,
રાય રચ્યો નવનીત, સન્મુખ તન સંકોર્યો,
ભુલી અપુનો ભાન, પરી મૂર્છાગત પાઈ,
પેખત મુખ ગોપેંદ્ર, રૂપ રહી ચક્ષ ચહાઈ;
પત્ય બદન કર ફેર, લલીત કલા વ્રહે લાયક,
નોતમ લીલા સુનેર, શ્રી જન જન સુખ સહાયક…૩૨
કમલાવતી-જામનગરના જામના ઠકરાણાં ક્ષત્રી વૈષ્ણવ હતાં. શ્રી ગોપાલલાલ સાથે શ્રી ગોપેંદ્રજી જામનગર પધાર્યા, ગાદી પર બીરાજે છે. એ વખતે કમલાવતીને નવનીત પીયાજીના દરશન શ્રી ગોપેંદ્રજીના સ્વરૂપમાંથી થયા અને મૂર્છાગત થઈ ગયાં. શ્રી ગોપાલલાલે શ્રી ગોપેંદ્રજીના મુખ આડો હાથ ધર્યો, અને કહ્યું જે નૌતન સમેટો ત્યારે કમલાવતીને શુધ આવી.
જુએ ન મોટું છોટું રે, ચાહે સહુને હરી,
સમદ્રષ્ટીથી જુએ સકળ એ, વશ પ્રીતને ઠરી-જુએ
રાય હોય કે ભલે દરીદ્રી, નવ ભીન્નભાવ જરી-જુએ
પ્રભુ કાંઈ શાહુકાર કે ગરીબ છે તે જોતા નથી, પણ સહુને ચાહે છે. સમદ્રષ્ટીથી બધાને જુએ છે. પ્રેમને જ વશ રહે છે. રાજા હોય કે ભીક્ષુક હોય પણ તેમાં ભીન્ન ભાવ રાખતા નથી.
શ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે શ્રી ગોપેંદ્રજી પણ સાથે પધાર્યા, જામનગર આવ્યા, સેવક બહુ પ્રસન્ન થયા. ગાદી તકીયા પર બીરાજે છે. ત્યાં કેટલાક વૈશ્નવ દરશન કરવા આવ્યા ત્યારે કમલાવતી પણ દરશન કરવા આવ્યા. તે વખતે શ્રી ગોપેંદ્રજીએ કમલાવતીને નવનીત પીયાજીના સ્વરૂપનાં દરશન આપ્યાં. દરશન કરતાં જ કમલાવતી મૂર્છા પામ્યા. દેહદશા ભુલી ગયા. તેથી ગોપાલલાલે શ્રી ગોપેંદ્રજીના મુખ આડો પોતાનો હસ્ત રાખ્યો અને શ્રી ગોપેંદ્રજીને આજ્ઞા કરી જે નોતમ સમેટો તેથી શ્રી ગોપેંદ્રજીએ લીલા સમેટી લીધી. ત્યારે મૂર્છાગત ટળી. ત્યારથી કમલાવતી બાઇ સાક્ષાત શ્રી ગોપંદ્રજીનું સ્વરૂપ રાસાધીપતી જાણી તેનું ધ્યાન કરવા લાગ્યા. કમલાવતી એવા કૃપાપાત્ર હતા.
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
Leave a Reply